વડોદરા: પાદરાના આ ગામમાં આચાર્યએ વિદ્યાર્થિનીઓ સાથે કર્યા શારીરિક અડપલા, બિભત્સ વિડીયો બતાવ્યાનો પણ આક્ષેપ

જેમાં પાદરાના અભોર ગામમાં આચાર્યએ વિદ્યાર્થિનીઓને શૌચાલયમાં લઈ અડપલા કર્યા હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.

New Update
વડોદરા: પાદરાના આ ગામમાં આચાર્યએ વિદ્યાર્થિનીઓ સાથે કર્યા શારીરિક અડપલા, બિભત્સ વિડીયો બતાવ્યાનો પણ આક્ષેપ

વડોદરાના પાદરામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે જેમાં પાદરાના અભોર ગામમાં આચાર્યએ વિદ્યાર્થિનીઓને શૌચાલયમાં લઈ અડપલા કર્યા હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.

વડોરાના પાદરાના અભોર ગામના શિક્ષકએ પ્રાથમિક શાળામા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અશ્લિલ વીડિયો મોબાઈલમાં બતાવતા ગ્રામજનોએ હોબાળો મચાવીને શિક્ષક મહેન્દ્રસિંહને વડુ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.અભોરના ગ્રામજનોએ શિક્ષક સામે ભારે રોષ વ્યકત કર્યો હતો.બીજી તરફ ગ્રામજનોએ આક્ષેપો કર્યાં હતાં કે શાળાના શૈચાલયમાં દારૂની પોટલીઓ ની કોથળીઓ પણ પડેલી હોય છે અને સાથે જ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરાયા હતા.