વડોદરા : ભારત અને સ્પેનના વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો, ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું

ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડની ફાઇનલ એસેમ્બ્લી લાઇનના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાના મહેમાન બન્યા છે.

New Update

ભારતના PM અને સ્પેનના PM બન્યા વડોદરાના મહેમાન

ભારત અને સ્પેનના વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો

બન્ને દેશના PMએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું

ટાટા એડવાન્સની ફાઇનલ એસેમ્બ્લી લાઇનનું ઉદ્ઘાટન કરાયું

બન્ને દેશના PMએ ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સમાં પ્રદર્શની નિહાળી

ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડની ફાઇનલ એસેમ્બ્લી લાઇનના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરાના મહેમાન બન્યા છે.

સંસ્કારીનગરી વડોદરાના આંગણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. બન્ને PMને આવકારવા રોડની બન્ને સાઇડ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બન્ને દેશના વડાપ્રધાને ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતુંત્યારે લોકોએ મોદી...મોદી...ના નારા લગાવ્યા હતા. ભારતમાં સ્પેનના સહયોગથી સૈન્ય પરિવહન વિમાનનું નિર્માણ કરવામાં આવશે. સ્પેનની એરબસ દ્વારા ભારતની ટાટા કંપની સાથે મળીને વડોદરાના પ્લાન્ટમાં મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવાશે. આ પ્રસંગે PM નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતું. ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સમાં બન્ને દેશના વડાપ્રધાને પ્રદર્શની પણ નિહાળી હતી.

Latest Stories