વડોદરા: 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી પોલીસ એક્શન મોડમાં, બ્રેઇથ એનેલાઇઝરથી શંકાસ્પદ લોકોની કરી તપાસ

વડોદરા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરની ઉજાણીને ધ્યાનમાં રાખીને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે,અને બ્રેઇથ એનેલાઇઝર મશીનથી ચેકીંગ કરવામાં આવતા નશેબાજ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

New Update
  • ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરનારની હવે ખેર નથી

  • 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં 

  • બ્રેઇથ એનેલાઇઝરથી શરૂ કર્યું ચેકીંગ

  • પોલીસે 8 કેસ દર્જ કરીને 54 બાઈક અને 4 કાર કરી જપ્ત

  • પોલીસની કાર્યવાહીથી નશેબાજોમાં ફફડાટ 

વડોદરા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરની ઉજાણીને ધ્યાનમાં રાખીને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે,અને બ્રેઇથ એનેલાઇઝર મશીનથી ચેકીંગ કરવામાં આવતા નશેબાજ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વડોદરામાં 31 ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને આવકારવા માટેનો  થનગનાટ જોવા મળી રહ્યો છે,જોકે આ ઉજવણીમાં ખાસ કરીને નશાખોરીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે,ત્યારે પોલીસ દ્વારા પાણી પહેલા પાળ બાંધવામાં આવી છે,અને સઘન વાહન ચેકીંગ સાથે શંકાસ્પદ લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે.વડોદરાના ગોત્રી તેમજ ઝોન -3માં આવતા પોલીસ મથક વાડી,પાણીગેટકપુરાઈમાંજલપુરમકરપુરા સહિતના વિસ્તારમાં રાત્રી દરમિયાન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી.આ દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના આઠ જેટલા કેસ નોંધાયા છે.તથા 54 જેટલી બાઈક તથા ચાર જેટલી કાર કબ્જે કરવામાં આવી હતી.પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા સઘન ચેકીંગને પગલે નશેબાજો માં ફફડાટ વ્યાપી ગયો હતો.

Latest Stories