વડોદરા : દિલ્હી ખાતે ખો ખો વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ વિજેતા ઓપીના ભીલારનું એરપોર્ટ ખાતે કરાયું ભવ્ય સ્વાગત

ગુજરાતમાંથી પાંચ ખેલાડીઓ પસંદગી પામ્યા હતા.જેમાં વડોદરાથી વિનય પ્રધાન, અમદાવાદથી નિકિતા સોની, ડાંગની દીકરી ઓપીના ભીલાર, તાપીથી વિજય વેગડ તથા પ્રિયા કુમારી ચૌધરીએ આ માટેના કેમ્પમાં ભાગ લીધો હતો.

New Update
  • ડાંગની દીકરીનો દિલ્હીમાં વાગ્યો ડંકો

  • દિલ્હીમાં યોજાઈ હતી ખો ખો વર્લ્ડ કપની ટુર્નામેન્ટ

  • ગુજરાતમાંથી પાંચ ખેલાડીઓએ લીધો હતો ભાગ

  • ઓપીના ભીલારે મેળવ્યો ગોલ્ડ મેડલ

  • દીકરીનું એરપોર્ટ પર કરાયું ઉમળકાભેર સ્વાગત

Advertisment

દિલ્હી ખાતે યોજાયેલા ખો ખો વર્લ્ડ કપ સ્પર્ધામાં વિજેતા બનેલી ડાંગની ખેલાડી કુ.ઓપીના ભીલારનું વડોદરા ખાતે આગમન થતાં વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના રમત ગમત વિભાગ અને તેની સંલગ્ન સંસ્થાઓના ખેલાડીઓ સામેલ થયા હતા.

દિલ્હી ખાતે યોજાયેલા ખો ખોના વર્લ્ડ કપમાં રમવા માટે ગુજરાતમાંથી પાંચ ખેલાડીઓ પસંદગી પામ્યા હતા.જેમાં વડોદરાથી વિનય પ્રધાનઅમદાવાદથી નિકિતા સોનીડાંગની દીકરી ઓપીના ભીલારતાપીથી વિજય વેગડ તથા પ્રિયા કુમારી ચૌધરીએ આ માટેના કેમ્પમાં ભાગ લીધો હતો.

આ વર્લ્ડ કપમાં ઓપીના ભીલારને ગોલ્ડ મેડલ મળ્યો અને તેમના આ સુંદર પ્રદર્શનથી દેશ દુનિયામાં ગુજરાતનું નામ રોશન થયું છે. તેમની આ સિદ્ધિને ધ્યાને રાખીને વડોદરા એરપોર્ટ ઉપર અધિકારીઓ અને ખેલાડીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Latest Stories