Connect Gujarat
વડોદરા 

વડોદરા : આચારસંહિતાનો ભંગ થતો હોવાનું કહી કોર્પોરેશને રૂપાલાના બેનરો ઉતારી લેતા ક્ષત્રિય સમાજમાં રોષ...

રાજકોટના લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને દેશભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે

X

આચારસંહિતાના ભંગ બદલ કોર્પોરેશન તંત્ર દ્વારા કામગીરી

પરષોત્તમ રૂપાલાના વિરોધના બેનરો કોર્પોરેશને ઉતારી લીધા

બેનરો ઉતારી લેવાતા ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે આક્રોશ

પાલિકાની ટીમ અને ક્ષત્રિય સમાજ વચ્ચે શાબ્દિક ટપાટપી

બેનર ઉતારી લેતા મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો

વડોદરામાં આચારસંહિતાનો ભંગ થતો હોવાનું કહી પરષોત્તમ રૂપાલાના લગાડવામાં આવેલા વિરોધના બેનરો કોર્પોરેશનની ટીમે ઉતારી લેતા ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો. કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને દેશભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો..

ત્યારે માંજલપુર ખાતે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવા બેનરો લગાડવામાં આવ્યા હતા. જે બેનરો પાલિકાની દબાણ શાખાની ટીમે આચારસંહિતાનો ભંગ થતો હોવાનું કહી હટાવી દેતા મામલો બિચક્યો હતો. પાલિકાની ટીમ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી, અને સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાન રવિરાજસિંહ સોલંકીએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

Next Story