/connect-gujarat/media/post_banners/716685faf3183228c0110afcae59f3968cbcd69a77775c3c2d0f7e7fec487a27.jpg)
ચૈત્રસુદ એકમના બુધવારે ચૈત્રી નવરાત્રિના પ્રારંભ સાથે વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા પોતાના નવા વર્ષ નિમિત્તે ગુડી પડવાની પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેર તથા જીલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નૂતન વર્ષ ગુડી પડવાની ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે પૂર્વ દિશામાં ગુડી ઊભી કરી તેની પૂજા-અર્ચન કરી નવા વર્ષની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા દર વર્ષે ઘર આંગણે ગુડી ઉભી કરી, તેની ઉપર સાડી અને લોટો મુકી સાકર, પતાસા અને કુલોના હાર ચઢાવી પરંપરા નિભાવવામાં આવે છે, ત્યારે આજરોજ ગુડી પડવાની ઉજવણી નિમિત્તે મહારાષ્ટ્રીયન સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા પારંપારિક વસ્ત્રો પરિધાન કરી નૂતન વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. દાંડિયા બજાર બાલકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુડી ઉભી કરી સાર્વજનિક ગુડી પડવાની ઉજવણી કરાય હતી, જ્યારે બીજી તરફ શિવાજી ચોક બરાનપુરા ખાતે પણ મહારાષ્ટ્રીયન સમાજના નૂતન વર્ષ ગુડી પડવા નિમિત્તે ઢોલ-તાશા-પથકના 150 જેટલા કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.