/connect-gujarat/media/post_banners/3cf40d25190b3fe551505e59aa14681a4388b3c6356a6e4902b2204ea3d0a113.jpg)
વડોદરા મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા માનસિક દર્દીઓ દ્વારા સેવાના ભાગરૂપે ઘર અને મકાનને ઉપયોગી એવી અનેક સુશોભિત ચીજવસ્તુઓ બનાવવામાં આવી રહી છે.
વડોદરા શહેરના કારેલી બાગ વિસ્તારમાં આવેલ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા માનસિક દર્દીઓ દ્વારા સેવાના ભાગરૂપે ઘર અને મકાનને ઉપયોગી એવી અનેક સુશોભિત ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે.આ વસ્તુઓ ગુણવત્તામાં સર્વોત્તમ તો છે જ, પરંતુ બજાર કરતાં સાવ મામૂલી કિંમતે એનું વેચાણ કરે છે. આ જ કારણથી વિવિધ સોસાયટીઓ, NGO અને ખાનગી કંપનીઓ અહીં જ ઓર્ડર આપે છે. ઓર્ડર પર વસ્તુઓ બનાવી આપવા ઉપરાંત આ માનસિક દર્દીઓ શક્તિ અનુસારનું લેબર વર્ક પણ કરી આપે છે. આનાથી તેમની સારવાર, આર્થિક ઉપાર્જન અને સાથે સમાજને ઉપયોગી વસ્તુઓ એકદમ વાજબી ભાવે મળે છે.