વડોદરા: મહાનગર પાલિકાએ ગેરકાયદેસર ચાલતી મટન અને ચિકનની 39 દુકાનોની કરી સીલ

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ રજીસ્ટ્રેશન વગર ચાલતી ચીકન મટનની દુકાનો, ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતી મટનની દુકાનો સીલ કરવામાં આવી હતી

New Update
વડોદરા: મહાનગર પાલિકાએ ગેરકાયદેસર ચાલતી મટન અને ચિકનની 39 દુકાનોની કરી સીલ

રાજય સરકારની સુચના મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાયસન્સ રજીસ્ટ્રેશન વગર ચાલતી ચીકન મટનની દુકાનો, ગેરકાયદેસર રીતે અનસ્ટેમ્પડ મીટ વેચતી મટનની દુકાનો સીલ કરવામાં આવી હતી

ગેરકાયદે ચાલતી મટનની દુકાનો બંધ કરવા હાઇકોર્ટે આદેશ આપતા જ વડોદરા મહાનગર પાલિકાએ શહેરના યાકુતપુરા, મોગલવાડા, બાવામાનપુરા અને કાલુપુરા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાના અને મટનની 22 દુકાનો સીલ અને 17ને બંધ કરાવી હતી.ગેરકાયદે કતલખાના અને મટનની દુકાનો હાઇકોર્ટના આદેશને પગલે દૂર થઇ હતી.હાઇકોર્ટે અમદાવાદ-સુરતના ગેરકાયદે કતલખાના મુદ્દે પાલિકાની ઝાટકણી કાઢી રાજ્ય સરકારને આદેશ કર્યો હતો કે 36 કલાકમાં રાજ્યની મટનની ગેરકાયદે દુકાનોને બંધ કરવામાં આવે.વડોદરા મહાનગર પાલિકાની માર્કેટ શાખાની ટીમે શહેરમાં લાયસન્સ વિના ચાલતી મટન અને ચિકનની 50 દુકાનોમાં ચેકિંગ હાથ કર્યું હતું. જેમાંથી 22 મટન-ચિકનની દુકાનો પાસે લાયસન્સ નહી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત તે તમામ દુકાનો દ્વારા રજિસ્ટ્રેશન પણ કરાવ્યું ના હોવાનું જણાંતાં આ દુકાનોને સિલ કરી દેવામાં આવી હતી.

Latest Stories