Connect Gujarat
વડોદરા 

વડોદરા: બ્રાંડેડ કંપનીઓના નામે બનાવટી ઓઇલ બનાવતી મીની ફેક્ટરી ઝડપાય,2 આરોપીની અટકાયત

વડોદરામાં બ્રાંડેડ કંપનીઓના નામે બનાવટી ઓઇલ બનાવતી મીની ફેક્ટરી પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

X

વડોદરામાં બ્રાંડેડ કંપનીઓના નામે બનાવટી ઓઇલ બનાવતી મીની ફેક્ટરી પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

વડોદરાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરમાં બ્રાંડેડ કંપનીઓના નામે વેચાતી ડુપ્લીકેટ વસ્તુઓ વેચનારાઓ પર વોચ રાખવામાં આવે છે. તાજેતરમાં એસઓજીના હેડ કોન્સ્ટેબલને રાજમહેલ રોડ પર ડુપ્લીકેટ ઓઇલનો ધંધો ધીકતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે એસઓજીની ટીમ રાજમહેલ રોડ, રોડેના ખાંચો, કુમેદાન ફળિયામાં આવેલી અકબરી મસ્જીદ પાસે આવેલા બીજા માળે રહેતા મોહસીન મસકવાલા અને તેના ભાઇ યાસીન મસકવાલાના ઘરે પહોંચી હતી.ઘરમાં જતા જ એસઓજીને અંદાજો આવી ગયો કે અહિંયા નાના પાયો નહિ પણ મીની ફેક્ટરી જેવું સેટઅપ કરીને ડુલ્પીકેટ ઓઇલ વેચવામાં આવી રહ્યું છે.આરોપીઓ દ્વારા ઘરેથી લુઝ ઓઇલમાંથી જુદી જુદી બ્રાંડેડ ઓઇલ કંપનીના નામના સ્ટીકરો મારીને મશીનથી બોટલ સીલબંધ કરવામાં આવતું હતું. આ સીલબંધ બોટલોને ભેંસવાડામાં ટ્રસ્ટ પાસેથી ભાડે રાખેલા ગોડાઉનમાં રાખવામાં આવતું હતું. જ્યાંથી તેનું વેચાણ કરવામાં આવતું હતું.એસઓજીની ટીમે ઘર અને ગોડાઉન પર કાર્યવાહી કરી હતી. સમગ્ર કાર્યવાહીમાં મોહસીન મસકવાલા અને યાસીન મસકવાલાની અટકાયત કરી છે. સાથે જ વિવિધ બ્રાંડની ડુપ્લીકેટ બોટલો, લુઝ ઓઇલ, સીલ કરવા માટેનું મશીન સહિત કુલ મળીને રૂ. 6.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

Next Story