વડોદરા : મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અચાનક પહોંચ્યા મામલતદાર કચેરી, પછી થઇ જોવા જેવી

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો નવતર અભિગમ, મામલતદાર કચેરીની અનેક ફરિયાદો મંત્રીને મળી હતી

New Update
વડોદરા :  મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અચાનક પહોંચ્યા મામલતદાર કચેરી, પછી થઇ જોવા જેવી

વડોદરાની મામલતદાર કચેરીમાં શુક્રવારે રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી તેવામાં અચાનક મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની એન્ટ્રી થતાં કર્મચારીઓ અને અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

વડોદરાના ધારાસભ્ય અને રાજયના મહેસુલ મંત્રી પ્રજાભિમુખ વહીવટ માટે તનતોડ મહેનત કરી રહયાં છે. થોડા સમય પહેલાં તેમણે કલેકટર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી અને તેમણે રવિવારે પણ કલેકટર કચેરી ખોલાવીને લાભાર્થીઓને તેમના જમીનના ઓર્ડર અપાવ્યાં હતાં. તેઓ શુક્રવારે વડોદરાની મામલતદાર કચેરીએ પહોંચી ગયાં હતાં. મામલતદાર કચેરીની કામગીરી અંગે તેમને અનેક ફરિયાદો મળી હતી. મંત્રીને કચેરીમાં જોઇ અધિકારીઓ તથા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. તેમણે વિવિધ વિભાગોની મુલાકાત લઇ કામગીરીનો તાગ મેળવ્યો હતો. કામ નહિ કરનારા કર્મચારીઓના તેમને કલાસ લીધાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ મંત્રી બન્યા ત્યારે જ કહ્યું હતુ કે કોઇ પણ અધિકારીને કામ પ્રત્યે નિષ્ઠા જોશે , પ્રજાના હિત માટે કામ કરવા માટે જરા પણ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. જે બોલ્યા હતા તે જ કાર્ય કરતાં મહેસૂલ મંત્રી જોવા મળી રહ્યા છે. ગમે ત્યારે અધિકારીઓની ઓચિંતિ મુલાકાત લેવા પહોંચી જાય છે.

Latest Stories