New Update
/connect-gujarat/media/post_banners/8f4aa525208d4a3b43c123242fb35e01b04fb73b511f1dc70998dfb4d84e4b7a.jpg)
વડોદરા શહેરમાં મંગળવારે સાંજે ધોધમાર વરસાદ પડતાં અનેક સ્થળોએ ગરબાના આયોજનોને રદ્દ કરવા પડ્યા હતા.શહેરમાં દિવસ દરમિયાન સામાન્ય વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે 8 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારો તથા અનેક ગરબા ગ્રાઉન્ડ પર પાણીનો ભરવો થયો હતો.
જોકે ગરબા શરૂ થવાના સમયે જ વરસાદ વરસતા મોટાભાગના ગરબાના આયોજન રદ કરવાનો વારો આવ્યો હતો. જોકે સાતમા નોરતે વરસાદનું વિધ્ન આવતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી.