Connect Gujarat
વડોદરા 

વડોદરા : MS યુનિ.ની વિદ્યાર્થિનીઓએ વેફરના નકામાં રેપર્સમાંથી આઉટફિટ્સ તૈયાર કર્યા, જુઓ કેવી રીતે..!

MS યુનિ.ની વિદ્યાર્થિનીઓએ વેફરના નકામાં રેપર્સમાંથી આઉટફિટ્સ બનાવ્યા છે ખાસ પાર્ટીવેર છે અને આવનારા સમયમાં આ ડ્રેસિસને ફેશન શોમાં પ્રદર્શિત પણ કરવામાં આવશે.

X

વડોદરા શહેરની એમ એસ યુનિવર્સિટીની પાંચ વિદ્યાર્થિનીઓએ ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક નવતર પ્રયોગ કર્યો છે. તેમણે નકામાં વેફર્સના રેપર્સનો ઉપયોગ કરી વિવિધ ફેન્સી ડ્રેસ તૈયાર કર્યા છે. હાલમાં ફેશન ઇન્ડસ્ટ્રી ખૂબ જ ઉચકાઇ રહી છે. જેમાં ખાસ કરીને છોકરીઓ સ્ટાઇલિશ અને ફેશનેબલ કપડાં પહેરવાની ખૂબ જ શોખીન હોય છે. હાલમાં તો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. તો આ પ્રકારે ચાલી રહેલા ટ્રેન્ડમાં અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં એક નવો બદલાવ લાવવાનો વડોદરા શહેરની વિદ્યાર્થિનીઓએ પ્રયાસ કર્યો છે.

શહેરની એમ.એસ.યુનિવર્સિટીની ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજીના ટેક્સટાઈલ એન્ડ એપેરલ ડિઝાઇન વિભાગની B.sc ઓનર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 5 વિદ્યાર્થિનીઓએ નકામાં વેફરના રેપર્સમાંથી સ્ટાઇલિશ ગારમેન્ટ્સ તૈયાર કર્યા છે.જે વિશે વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, અમારે વિવિધ ગ્રુપમાં ડિવાઈડ થઈ એક થીમ પર વેસ્ટ મટિરિયલમાંથી ઈનોવેટિવ કપડાં બનાવવાના હતા. જેમાં સપના માહેશ્વરી, ખુશી જૈન, કામાક્ષી કોઠારી, બિનલ કઠેરિયા અને જ્યોતિ પંડિત સાથે મળીને રિસર્ચ ગાઈડ ડૉ. અમૃતા દોશીના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.

વધુમાં વાત કરીએ તો વિદ્યાર્થીનીઓ એ કોલેજ જતી વખતે રસ્તામાં વેફર્સના રેપર્સ સહિત અન્ય પ્લાસ્ટિક વેસ્ટ જોતા હતા. જેને જોઈને એમને પ્લાસ્ટિક વેસ્ટમાંથી આઉટફિટ્સ બનાવવાનો વિચાર આવ્યો હતો. રિસાયકલ કરેલા પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેગ્સ, ડૉર મેટ સહિત અન્ય પ્રોડક્ટ્સ તો બને જ છે. પરંતુ તેઓને પ્લાસ્ટિક વેસ્ટમાંથી આઉટફિટ્સ બનાવવાનો સફળ પ્રયોગ કર્યો છે.આ જે આઉટફિટ્સ બનાવ્યા છે એ ખાસ પાર્ટીવેર છે અને આવનારા સમયમાં આ ડ્રેસિસને ફેશન શોમાં પ્રદર્શિત પણ કરવામાં આવશે.

Next Story