વડોદરા: મહાનગર પાલિકા દ્વારા સાત ગામોમાં આવેલા બોરિંગના પાણીના સેમ્પલ લેવાયા

શહેરના વિસ્તારમાં દિન પ્રતિદિન વધારો થતો રહે છે ત્યારે તાજેતરમાં જ વડોદરા શહેરની આસપાસ આવેલ ઓજી વિસ્તાર ઉપરાંત સાત ગામોનો શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો

New Update
વડોદરા: મહાનગર પાલિકા દ્વારા સાત ગામોમાં આવેલા બોરિંગના પાણીના સેમ્પલ લેવાયા

વડોદરા શહેરનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે શહેરમાં નવા સાત ગામનો સમાવેશ થતા કોર્પોરેશન દ્વારા પાણી પુરવઠો પૂરું પાડતા પૂર્વે ગામોમાં આવેલા બોરિંગોના પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

વડોદરા શહેરના વિસ્તારમાં દિન પ્રતિદિન વધારો થતો રહે છે ત્યારે તાજેતરમાં જ વડોદરા શહેરની આસપાસ આવેલ ઓજી વિસ્તાર ઉપરાંત સાત ગામોનો શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જે ગામનો સમાવેશ થતાં કોર્પોરેશનની જવાબદારીમાં વધારો થયો હતો જેમાં ખાસ કરીને ગ્રામજનોની સ્વાસ્થ્યની કાળજી માટે પાણી પુરવઠા વિભાગ સૌ પ્રથમ એક્શનમાં આવ્યું હતું જેમાં તમામ ગામોમાં આવેલ 100 જેટલા બોરવેલમાંથી પાણીના સેમ્પલ મેળવ્યા હતા અને તમામ સેમ્પલો કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા જ્યાં પાણીના સેમ્પલો ચેક કરી પાણીની ઘનતા, ટીડીએસ સહિતના પેરામીટર ચેક કરવામાં આવશે અને તેના રિપોર્ટ આવ્યા બાદ પાણી પુરવઠા વિભાગ જો પાણી પીવાલાયક છે કે નહીં તે નક્કી કર્યા બાદ નવા સમાવેશ વિસ્તારોમાં પીવાલાયક પાણી મળી રહે તેવી વ્યવસ્થા પૂરી પાડનાર છે

Latest Stories