વડોદરા: તંત્રની જાળવણીના અભાવે મ્યુઝિયમ ઓફ ટ્રી મૃતપાય અવસ્થામાં

વડોદરાના વડસર સ્થિત લેન્ડ ફિલ્ડ સાઈડમાં વિવાદને પગલે તેને હાઇવે પર ખસેડી ખાલી થયેલ જગ્યા પર મ્યુઝિયમ ઓફ ટ્રી બનાવવામાં આવ્યું હતું.

New Update
વડોદરા: તંત્રની જાળવણીના અભાવે મ્યુઝિયમ ઓફ ટ્રી  મૃતપાય અવસ્થામાં

વડોદરાના વડસર સ્થિત લેન્ડ ફિલ્ડ સાઈડમાં વિવાદને પગલે તેને હાઇવે પર ખસેડી ખાલી થયેલ જગ્યા પર મ્યુઝિયમ ઓફ ટ્રી બનાવવામાં આવ્યું હતું પણ પાલિકા દ્વારા યોગ્ય જાળવણી ન કરવાના કારણે મ્યુઝિયમ ઓફ ટ્રી મૃતપાય અવસ્થામાં મૂકાઈ ગયું છે.

વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા વડસરમાં બનાવાયેલ ડમ્પિંગ સાઈટ પર શહેરનો તમામ કચરો ઠાલવવામાં આવતો હતો .લેન્ડ ફિલ્ડ સાઈડની આજુબાજુ અનેક રેસીડેન્સી આવેલી છે.બાજુમાં DPS સ્કૂલ પણ આવેલી છે.કચરાના કારણે વિસ્તારમાં ખુબજ દુર્ગંધ આવતી હતી જેને લઇને આજુબાજુનાના રેસીડેન્સીના સ્થાનિકોએ પાલિકામાં વિરોધ કર્યો હતો ત્યારે અનેક વાર રજૂઆત બાદ સાઈડને જામ્બુવા સ્થિત શહેરની બહાર બનવામાં આવી હતી.વડસર સ્થિત જગ્યા પર વૃક્ષો રોપી 50 લાખના ખર્ચે મુઝિયમ ઓફ ટ્રી બનાવાયુ જેમાં 92 જેટલા અલગ અલગ પ્રકારના 8000 હજાર જેટલા છોડવા રોપવામાં આવ્યા હતા તેમજ સાયકલ ટ્રેક પણ બનાવાયો હતો . તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સાઈટનું 2018માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું પણ પાલિકા દ્વારા યોગ્ય જાળવણી ન કરાતા તમામ વૃક્ષ મૃતપાય બન્યા છે.ત્યારે પાલિકા દ્વારા વડોદરા શહેરના લોકોના ટેક્સના નાણાંનો વેડફાટ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે.

લેન્ડ ફિલ્ડ સાઈડ ઉપર જન ભાગીદારીના ભાગરૂપે જગ્યા નુ બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું હાલ કેટલાક વૃક્ષો મૃતપાય હાલતમાં જોવા મળે છે ત્યારે આગામી દિવસોમાં અર્બન ફોરેસ્ટ સ્કીમ હેઠડ સાઈટને આવરી લેવામાં આવશે અને જાળવણી પણ કરવામાં આવશે તેવો લૂલો બચાવ કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન મેં કર્યો હતો.