વડોદરા : નંદેસરી GSP ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બાળકોને વિનામુલ્યે ચોપડાનું વિતરણ કરાયું...

વડોદરા જિલ્લાના નંદેસરી સ્થિત જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વિવિધ શાળાના બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

New Update

વડોદરા જિલ્લાના નંદેસરી સ્થિત જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વિવિધ શાળાના બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વડોદરા જિલ્લાના નંદેસરી સ્થિત જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની બાળકોના સર્વાંગી વિકાસ માટે આગળ આવી છે. વિસ્તારના બાળકો અભ્યાસથી વંચિત ન રહે તેવા ઉમદા હેતુથી ગુજરાત ક્રોપ સાયન્સ કંપની દ્વારા આસપાસની તમામ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સહિતના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યા છે, 

ત્યારે નંદેસરી સ્થિત આવેલ જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી તેમને અભ્યાસમાં કોઈ તકલીફ ન પડે તેવું વિચારી રહી છે. જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા નંદેસરી વિદ્યાલયરૂપાપુરા પ્રાથમિક શાળાનંદેરી બાલવાટિકાકૃષ્ણનગર પ્રાથમિક શાળાદામાપુરા પ્રાથમિક શાળા અને રઢીયાપુરા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે જીએસપી ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયેશ વિસાવાડિયાદામાપુરા ગામના અગ્રણી જશવંતસિંહ પઢિયારઆસપાસના ગ્રામજનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories