વડોદરા : કુખ્યાત બુટલેગરની દુબઈમાં ધરપકડ, UAE સુરક્ષા એજન્સીએ ભારતીય દૂતાવાસને માહિતી આપી

ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી દારૂનો વેપાર કરનાર વડોદરાના કુખ્યાત બુટલેગરની દુબઈથી ધરપકડ કરી લેવામાં આવી છે.

વડોદરા : કુખ્યાત બુટલેગરની દુબઈમાં ધરપકડ, UAE સુરક્ષા એજન્સીએ ભારતીય દૂતાવાસને માહિતી આપી
New Update

ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી દારૂનો વેપાર કરનાર વડોદરાના કુખ્યાત બુટલેગરની દુબઈથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ બુટલેગરની સામે પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ જાહેર કરાઇ હતી, ત્યારે આ બુટલેગરને દુબઈથી અબુ ધાબી ઇન્ટરપોલના હેડક્વાર્ટર લઈ જવાયો છે.

આ અંગે UAE સુરક્ષા એજન્સીઓએ ભારતીય દૂતાવાસને ધરપકડની માહિતી આપી છે. બુટલેગરની ધરપકડ માટે UAEમાં ઓપરેશન હાથ ધરાયું હતું. રેડ કોર્નર નોટિસના આધારે ઓપરેશન હાથ ધરાયું હતું. તમને જણાવી દઇએ કે, બુટલેગર વીજુ સિંધી પર ગુજરાતમાં 60થી વધુ દારૂના કેસ નોંધાયા છે. સમગ્ર ગુજરાતમાં કરોડોના દારૂનું નેટવર્ક ચલાવનાર બુટલેગર સામે અનેક ગુના નોંધાયેલા છે. ભૂતકાળમાં હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી ગુજરાતમાં કરોડો રૂપિયાનો દારૂ ઠાલવનાર બુટલેગર દુબઈ ભાગી ગયો હોવાની ચર્ચા ચાલી હતી. જોકે, આ અંગે મહેસાણા એલસીબી પી.આઈ. અજીતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, બુટલેગરને પોલીસ પકડે નહીં અને તેની સામે ચાલી રહેલી સઘન તપાસ ફોરેનના નામે ડાયવર્ટ કરવા તેના જ માણસોએ ફેલાવેલી આ એકમાત્ર અફવા છે. હાલ તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવા સાથે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Vadodara #arrested #Notorious bootlegger #UAE security agency
Here are a few more articles:
Read the Next Article