Connect Gujarat
વડોદરા 

વડોદરા : રાજ્યભરની પ્રી-પ્રાઇમરી સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરાયું

માર્ચ 2020 થી કોરોનાનો કહેર શરૂ થયો હતો આ સમયમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.

X

માર્ચ 2020 થી કોરોનાનો કહેર શરૂ થયો હતો આ સમયમાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. આજથી રાજ્યભરમાં પ્રી-પ્રાઇમરી સ્કૂલ શરૂ થઈ છે. ત્યારે ચાર મુખ્ય શહેરની વાત કરીએ તો તમામ સ્કૂલોમાં આજે બાળકો ઉત્સાહભેર આવ્યાં હતાં.

રાજ્યમાં આજે સ્કૂલમાં પ્રથમ દિવસ હોવાથી તેમને સ્કૂલમાં મૂકવા માટે આવેલી માતાનો તેઓ હાથ છોડતાં નહોતાં. તેમને સ્કૂલોના કેર ટેકર અંદર લઈ જતાં તેઓ રડતાં હતાં તેમજ કેટલાંક બાળકો તો આનંદ અને ઉત્સાહથી સ્કૂલમાં ગયાં હતાં. સ્કૂલ કેમ્પસમાં તેમણે રમતનાં સાધનોથી રમવાની મજા માણી હતી. બાળકોના આનંદ માટે શિક્ષકો જાતે કાર્ટૂન બન્યાં હતાં.કોરોનાની ત્રીજી લહેર અંત તરફ છે ત્યારે આજથી રાજ્યમાં આંગણવાડીઓમાં બાળકો માટે ઓફલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.

વડોદરામાં પ્રથમ દિવસે જ આંગણવાડીમાં આવેલા કોઇક બાળક રડી પડ્યાં હતાં તો કેટલાંક શિક્ષકો દ્વારા ગવડાવામાં આવતાં બાળગીતો સાથે ઝૂમતાં નજરે આવ્યાં હતાં. તો કેટલાંક હીંચકે ઝૂલતાં અને સ્લાઇડિંગ કરતાં પણ નજરે પડ્યાં હતાં. આ બાળકોને આંગણવાડીમાં આવવાનો અનેરો ઉત્સાહ તેમના ચહેરા પર નજરે પડતો હતો નાના બાળકોને ફૂલથી વધાવવામાં આવ્યા હતા તો સાથે બાળકોને ફ્રૂટ પણ આપવામાં આવ્યા હતા તો કલાસ રૂમમાં શિક્ષકોએ બાળકો સાથે સંગીત અને તાલ સાથે જુમ્યા હતા

Next Story