વડોદરા : વર્ષ 2023ની પ્રથમ શનિવારી અમાસે તીર્થક્ષેત્ર કરનાળી ખાતે કુબેર ભંડારીના દર્શને ઉમટ્યા ભક્તો...

હિન્દુ શાસ્ત્રોમાં ધાર્મિક રીતે ભારે મહત્વ ધરાવતી શનિવારી અમાસ આજે પોષી મહા શનિવારી અમાસ હોય,

New Update
વડોદરા : વર્ષ 2023ની પ્રથમ શનિવારી અમાસે તીર્થક્ષેત્ર કરનાળી ખાતે કુબેર ભંડારીના દર્શને ઉમટ્યા ભક્તો...

હિન્દુ શાસ્ત્રોમાં ધાર્મિક રીતે ભારે મહત્વ ધરાવતી શનિવારી અમાસ આજે પોષી મહા શનિવારી અમાસ હોય, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે નર્મદા સ્નાન તેમજ કુબેર ભંડારી મહાદેવના દર્શન કરવા અર્થે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આજે વર્ષ 2023ની પહેલી અમાસ અને તે પણ શનિવારી અમાસ હોય ત્યારે આ અમાસે પિતૃ તર્પણ, દાન સેવા અને પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહ્યું છે, ત્યારે ડભોઇ તાલુકાના ચાંદોદ-કરનાળી સ્થિત નર્મદા નદી કિનારે આવેલ કુબેર ભંડારી શિવાલય ખાતે શનિવારી અમાસના મહત્વને લઈ ભક્તોનું ઘોડાપુર ઉંટયું હતું. કુબેર ભંડારી મંદિર ખાતે દર અમાસે ભક્તો દૂધ, જળ, મધ, કાળા તલ ઇત્યાદિ સામગ્રીથી ભગવાનને અભિષેક કરી ધન્યતા અનુભવતા હોય છે. આ સાથે જ ભક્તો દર્શન માત્રથી પુણ્યતા પ્રાપ્ત કરતા હોય, ત્યારે આજે અમાસના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી દર્શનનો લ્હાવો લીધો હતો.

Latest Stories