Connect Gujarat
વડોદરા 

વડોદરા : "ગુજરાત સ્થાપના દિવસ" નિમિત્તે 40 ગાયકોએ ભેગા મળીને બનાવ્યું એકાપેલા ગીત...

ગરવી ગુજરાત એકાપેલા ગીત જે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે, તા. 1 મેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

X

ગરવી ગુજરાત એકાપેલા ગીત જે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે, તા. 1 મેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં આ પ્રકારનો પહેલો પ્રયોગ વડોદરા શહેરના 40 જેટલા ગાયકોએ ભેગા મળીને કર્યો છે.

વડોદરા શહેરના સંગીતકારોએ જણાવ્યું હતું કે, એકાપેલા વિદેશમાં પ્રચલિત એક સંગીત વીડિયોનો પ્રકાર છે. જેને અનુસરીને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શહેરના 40 સિંગરોએ ભેગા મળીને ગરવી ગુજરાત એકાપેલા ગીત બનાવ્યું છે. આ ગીતને યુટ્યૂબ ઉપર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીતમાં કોઈપણ પ્રકારના મ્યુઝિકના સાધનનો ઉપયોગ થયો નથી. એટલે કે, આ ગીતમાં ફક્તને ફક્ત મોઢાના અવાજથી જ ઇન્સ્ટ્રુમેન્ટ, રિધમ, સાઉન્ડ ઈફેક્ટ અને હાર્મોની વગેરે ક્રિયેટ કરવામાં આવ્યા છે.

ગરવી ગુજરાત એકાપેલા ગીતના શબ્દો મોનાલી દળવી જોશીએ લખ્યા છે, જ્યારે દક્ષેશ પટેલ અને માનસ વોરા બન્ને રિધમમિસ્ટે ગીતને લયબદ્ધ કર્યું છે. ગીતનું વિડિઓ શૂટ જૈનમ શાહ, હેત પટેલ તથા વિડિઓ એડિટિંગ ચિરાયુ સૂર્વે દ્વારા કરાયું છે. આ ગીતને પૂરું કરવા માટે 35 દિવસ સુધી અંદાજિત રોજ 5થી 6 કલાક સુધી સતત કાર્ય કરવામાં આવ્યું હતું. એકાપેલા પ્રકારનું ગીત બનાવવામાં જેટલો સમય લાગે છે, તેટલા સમયમાં 5 સામાન્ય ગીત બની જતા હોય છે.

Next Story