-
આજરોજ તા. 16 નવેમ્બર એટલે “રાષ્ટ્રીય પ્રેસ દિવસ”
-
પ્રાદેશિક માહિતી નિયામક કચેરી દ્વારા આયોજન કરાયું
-
પત્રકાર મિત્રો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
-
વડોદરા રેન્જ આઇજી સંદીપસિંઘ રહ્યા વિશેષ ઉપસ્થિત
-
પત્રકારત્વ-સામાજિક દાયિત્વ વિષયે સેમિનાર યોજાયો
વડોદરા પ્રાદેશિક માહિતી નિયામક કચેરી દ્વારા આજે તા. 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણીના ભાગરૂપે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય પર પત્રકાર મિત્રો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે તા. 16 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ ભારતીય પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીના સન્માન માટે નક્કી કરવામાં આવ્યો છે. પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે, અને આ દિવસ મીડિયાની ભૂમિકા વિશે જાગૃતિ ફેલાવવાની તક આપે છે. જેના ઉપલક્ષમાં વડોદરા પ્રાદેશિક માહિતી નિયામક કચેરી દ્વારા જુની કલેકટર કચેરીના ધારાસભા ખંડ ખાતે પત્રકાર મિત્રો માટે પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય વક્તા તરીકે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વડોદરા રેન્જ આઇજી સંદીપસિંઘ તેમજ મુખ્ય અતિથિ તરીકે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા દ્વારા પત્રકારોની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું મુખ્ય કાર્ય ભારતીય મીડિયામાં નૈતિકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનું છે.
વધુમાં તે પ્રેસની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે, અને પ્રેસ સંબંધિત ફરિયાદોનું નિરાકરણ કરે છે. કાઉન્સિલ પત્રકારોને માર્ગદર્શન અને સહાય પણ પૂરી પાડે છે, સહિતના વિવિધ મુદ્દે સેમિનાર દરમ્યાન ચર્ચા કરવામાં આવી હતી.