વડોદરા : ઘરકામ અપાવવાના બહાને રિક્ષામાં લઈ જઈ 3 શખ્સોએ આધેડ મહિલા સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ..!

વડોદરામાં એક આધેડ મહિલા સાથે દુષ્કુત્ય આચરનાર 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. જે પૈકી એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે

New Update
વડોદરા : ઘરકામ અપાવવાના બહાને રિક્ષામાં લઈ જઈ 3 શખ્સોએ આધેડ મહિલા સાથે આચર્યું સામૂહિક દુષ્કર્મ..!
Advertisment

વડોદરામાં એક આધેડ મહિલા સાથે દુષ્કુત્ય આચરનાર 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. જે પૈકી એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે, જયારે 2 ઈસમોની ઓળખ પરેડ ચાલી રહી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના છાણી વિસ્તારમાં 55 વર્ષીય મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાને ઘરકામ અપાવવાના બહાને 3 જેટલા ઈસમોએ દુષ્કૃત્ય આચર્યું હતું. 55 વર્ષીય મહિલા ગત શુક્રવારે શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ઘરકામ અંગે પૂછી રહી હતી. આ દરમિયાન પાસે ઉભેલા એક રીક્ષાચાલક વકીલ પઠાણે આ મહિલાનો નંબર લીધો હતો. અને ત્યારબાદ અડધા કલાકમાં રીક્ષા ચાલકે તેને ફોન કર્યો હતો, અને એક બંગલામાં ઘરકામ અપાવવાના બહાને તેને બોલાવી રિક્ષામાં બેસાડી છાણી વિસ્તારમાં અવાવરી જગ્યાએ લઇ ગયો હતો, જ્યાં પહેલાથી જ તેના 2 મિત્રો શકીલ અહમદ પઠાણ અને ચમન પઠાણ ઉભા હતા. મહિલાને કઈ ગરબડ લાગતા તેને વિરોધ કર્યો હતો. પરંતુ ત્રણેયે મળીને રિક્ષામાંથી ઉતારી નજીકમાં અવાવરી જગ્યાએ ખેંચી ગયા હતા, અને ત્યાં વારાફરતી મહિલા ઉપર દુષ્કૃત્ય ગુજાર્યું હતું. આ અંગેની જાણ મહિલાની દીકરીએ પોલીસ કંટ્રોલમાં કરતા પોલીસ દ્વારા તાબડતોબ 4 ટીમો બનાવી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના સમયમાં જ ત્રણેય ઇસમોની અટકાયત કરી હતી. જે પૈકી મુખ્ય આરોપી વકીલ પઠાણની ધરપકડ કરી હતી, જયારે અન્ય 2 ઈસમની પોલીસ દ્વારા ઓળખ પરેડ ચાલી રહી છે.

Latest Stories