વડોદરા : 14માં આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

New Update
વડોદરા : 14માં આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા 14માં આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નહેરુ યુવા કેન્દ્ર વડોદરા દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી 2023ના રોજ સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન નહેરુ યુવા કેન્દ્રના ડેપ્યુટી ડાયરેકટર સુબ્રતો ઘોષના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.નહેરુ યુવા કેન્દ્રના સ્ટેટ ડાયરેકટર મનીષા શાહ પણ ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ રાજ્યોના આદિવાસી યુવાઓએ તેમના રાજ્યોની સાંસ્કૃતિક વેશભૂષા સાથે લોકનૃત્યો પ્રસ્તુત કર્યા હતા.


આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના નિવૃત સનદી અધિકારી આઈ.એ.વ્હોરા, અતિથિ વિશેષ તરીકે ઝબિન સોરંગવાલા, તેમજ નિર્ણાયક તરીકે જયરાજ ડોડીયા, નિકિતા શ્રીમાલી અને રીતુ ગાંધી હાજર રહ્યા હતા.પ્રસ્તુત કાર્યક્રમમાં છત્તીસગઢ,ઝારખંડ,આંધ્રપ્રદેશ તેમજ બિહારના આદિજાતિ યુવા કલાકારોએ પોતાની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો. સ્પર્ધાના માધ્યમથી યુવાઓમાં રહેલી સુષુપ્ત કાળાઓ ઉજાગર કરવાનો સફળ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વિવિધ રાજ્યોના યુવાઓને એક મંચ પર લાવી એક ભારત,શ્રેષ્ઠ ભારત નો સંદેશ ઉજાગર કરવામાં આવ્યો.

Latest Stories