Connect Gujarat
વડોદરા 

વડોદરા: ઓરિએન્ટલ કેમિકલ કંપની દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ

વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત ઓરિએન્ટલ કેમિકલ કંપની દ્વારા આંખના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

X

વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત ઓરિએન્ટલ કેમિકલ કંપની દ્વારા આંખના રોગોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઓરિએન્ટલ એરોમેટિક લિમિટેડ કંપની દ્વારા કામદારો તેમજ આજુબાજુના ગ્રામજનોના લાભાર્થે વિનામૂલ્યે આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં ઘણી બધી કેમિકલ કંપની આવી છે જેના કારણે આસપાસના ગ્રામજનો અને કામદારોની આંખમાં ઘણા બધા રોગો થવાની વ્યાપક ફરિયાદો વધી છે. કામદારો તેમજ આસપાસના ગ્રામજનો માં થતા આંખના રોગોને અટકાવવાના પ્રયાસ ના ભાગરૂપે નંદેસરી ઔદ્યોગિક વસાહસ સ્થિત ઓરિએન્ટલ એરોમેટિક કંપની દ્વારા વિનામૂલ્યે આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના હોદ્દેદારો કામદારો સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Next Story