વડોદરા : કરજણમાં 200 લોકોની વસ્તી વચ્ચે માત્ર એક પાણીનું ટેન્કર મોકલાતાં મહિલાઓ વિફરી

જસવંત નગરમાં 200 લોકોની વસતી સામે નગરપાલિકાએ માત્ર પાણીનું એક ટેન્કર મોકલાવતાં મહિલાઓએ માટલા ફોડી રોષ ઠાલવ્યો હતો.

New Update
વડોદરા : કરજણમાં 200 લોકોની વસ્તી વચ્ચે માત્ર એક પાણીનું ટેન્કર મોકલાતાં મહિલાઓ વિફરી

વડોદરા જિલ્લાના કરજણમાં આવેલા જસવંત નગરમાં 200 લોકોની વસતી સામે નગરપાલિકાએ માત્ર પાણીનું એક ટેન્કર મોકલાવતાં મહિલાઓએ માટલા ફોડી રોષ ઠાલવ્યો હતો.

કરજણમાં આવેલા જસવંત નગરમાં પાણી મામલે ગૃહિણીઓએ માટલા ફોડી નગર પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. કરજણ નગર પાલિકા દ્રારા પાણીની ટાકીનું રીપેરીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના કારણે 6 દિવસ સુધી નગરપાલિકા તરફથી આપવામાં આવતો પાણીનો જથ્થો બંધ રહેશે તેવી જાહેરાત કરાય હતી. પણ જશવંતનગરની ગૃહિણીઓનું કહેવું છે કે, નગરપાલિકાએ ટેન્કરની પાણી આપવાની ખાતરી આપી હતી પણ તેમના વિસ્તારની 200 લોકોની વસતી સામે માત્ર પાણીનું એક ટેન્કર મોકલવામાં આવ્યું છે. નવ દિવસ બાદ પણ પાણીનું વિતરણ શરૂ નહિ થતાં લોકોને પીવાનું પાણી વેચાતું લાવવાની ફરજ પડી છે. ગૃહિણીઓએ પાલિકાના અણઘડ આયોજન સામે રોષ વ્યકત કરી માટલા ફોડયાં હતાં.

Latest Stories