/connect-gujarat/media/post_banners/27fde2c61849e943b70d690132b6cd91f3726966029475756d07eac0c1b08d49.jpg)
વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામમાં સરકારી દવાખાના પાસે પત્ની અને બાળકો સહિત પરિવાર સાથે રહેતા અને ડભાસા ખાતે લ્યુપીન કંપનીમાં નોકરી કરતા ગેમલસિંહ રૂપસિંહ પરમાર સોમવારે રહસ્યમય રીતે ગૂમ થઇ ગયા હતા અને દરિયાપુરા વિસ્તારમાં આવેલ મહીસાગર કોતરમાંથી પંદર ફૂટ ઉંડા ખાડામાં ઉંધા મોંઢે દાટેલ મૃતદેહ મળી આવતા મુજપુર ગામ સહિત પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.
સમગ્ર મામલે પાદરા પોલીસ મથકના પી.આઇ. એલ.બી. તડવીએ જણાવ્યું હતું કે, હાલ લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે પાદરા સરકારી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો છે સાથે પરિવારજનોની ફરિયાદ લઇ અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.