/connect-gujarat/media/post_banners/82e59750c40507cbfd1d7e2a750da856f85ede27dc6382b77f1838a350f12a3a.jpg)
વડોદરા શહેરમાં રાજા-રજવાડાઓના સમયમાં બનેલી ઇમારતોના ભવ્ય વારસાને ઉજાગર કરવા 15 જેટલા ચિત્રકારો આ ઇમારતોનું કેનવાસ પર ચિત્રકામ કરી રહયાં છે. સાંસ્કૃતિક વિભાગ કેન્દ્ર સરકાર અને વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર ઉદેપુરના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ દ્વારા "ધરોહર" શીર્ષક હેઠળ અનોખા વર્કશોપનું આયોજન કરાયું છે. આ વર્કશોપમાં ગોઆ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પંદર જેટલા ચિત્રકારો એ ભાગ લીધો છે.
શહેરના વિવિધ ઐતિહાસિક સ્મારકો પર હાજર રહીને આ કલાકારો ઇમારતોના ચિત્ર કેનવાસ પર દોરી રહયાં છે. શહેરની ઐતિહાસિક ઇમારતો જેવી કે લક્ષ્મી વિલાસ પેલેસ, માંડવી દરવાજા, લહેરીપુરા દરવાજાના સુંદર ચિત્રો બનાવામાં આવશે. જે ચિત્રોથી શહેરની શોભા વધશે અને આ ઇમારતો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવશે.