/connect-gujarat/media/post_banners/d2cb7f988b0a20ff631cbca7aaa961d249872135b145bf89c470eae15e7c3a4b.jpg)
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે વડોદરામાં તૈયાર કરવામાં આવેલી તકતીઓને અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી હતી.
આગામી તા. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશ રામમય બની રહ્યો છે. આજથી આયોધ્યામાં નિજધામમાં ધાર્મિક પ્રસંગોની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે અયોધ્યા રામ મંદિરમાં લગાડવામાં આવનાર તકતીઓ વડોદરા ખાતે તૈયાર કરવામાં આવી છે. જે પૈકી 6 જેટલી તકતીઓમાં અંગ્રેજી ભાષા અને 6 જેટલી તકતીઓમાં હિન્દી ભાષામાં મંદિર વિશે જાણકારી દર્શાવાય છે. આ તકતીઓની વિશેષતા એ છે કે, રાજસ્થાનથી લાવેલા સેન્ડ સ્ટોન પથ્થરમાંથી તકતીઓ બનાવવામાં આવી છે, ત્યારે આજે આ તકતીઓ વડોદરાથી હર્ષોઉલ્લાસ સાથે અયોધ્યા ખાતે રવાના કરવામાં આવી છે.