-
ઉતરાયણ પર્વ પહેલા શહેરમાં પોલીસનો એક્શન પ્લાન
-
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સજ્જ
-
કોઈપણ અનિચ્છનીય બનાવને પહોચી વળવા આયોજન
-
વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
-
ઉત્સવની ઉજવણી શાંતિપ્રિય રીતે થાય તેવી અપીલ કરી
ઉતરાયણ પર્વ પહેલા વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
ઉતરાયણ પર્વ પહેલા વડોદરા શહેર જોઇન્ટ પોલીસ કમિશનર લીના પાટીલની અધ્યક્ષતામાં તમામ ઝોનના ડીસીપી સહિત પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ દરમ્યાન ડીસીપી પન્ના મોમાયા, અભિષેક ગુપ્તા સહિતના અધિકારીઓ જોડાયા હતા. વડોદરા શહેરમાં ઉત્સવની ઉજવણી શાંતિ પ્રિય રીતે થાય અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લોકોને શાંતિપૂર્વક રીતે તહેવાર ઉજવવા માટે અપીલ કરવામાં આવી હતી.