વડોદરા : ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રીફિલિંગ કરવાના કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ.

વડોદરા શહેરના કિશનવાડી ગધેડા મારકેટ નજીક આવેલ મથુરાનગરમાંથી ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રીફિલિંગ કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે.

New Update
વડોદરા : ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રીફિલિંગ કરવાના કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ.

વડોદરા શહેરના કિશનવાડી ગધેડા મારકેટ નજીક આવેલ મથુરાનગરમાંથી ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રીફિલિંગ કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. જેમાં પોલીસના PCB વિભાગે દરોડા પાડી હેંગિંગ સ્કેલ, નકલી સીલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

મથુરાનગરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ઉપયોગના ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરો ભરવામાં આવતા હોવાની ફરિયાદ PCB પોલીસને મળી હતી. આ ફરિયાદના આધારે આજે પોલીસે દરોડો પાડતા મુખ્ય આરોપી નીલેશ સહિત 6 આરોપીઓ ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી ઘરેલુ અને કોમર્શિયલ ઉપયોગના ખાલી તેમજ ભરેલા 99 જેટલા સિલિન્ડરો જપ્ત કર્યા હતા. આ સાથે જ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતા સાધનો જેમાં હેંગિંગ સ્કેલ અને નકલી સીલ તેમજ બંસી નામે ઓળખાતી નોઝલ પાઇપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, સંપૂર્ણ રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે ગેરકાયદેસર વેપલો ચાલતા કૌભાંડમાં અન્ય એજન્સીઓની પણ ભૂમિકા હોવાની શક્યતા સેવાઇ રહી છે. આ સાથે જ ગેરકાયદેસર રીતે સિલિન્ડર ખરીદનાર ગ્રાહકોની પણ તપાસ થઈ શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા આજ ટોળકીના ગેરકાયદેસર રિફિલિંગના વેપલા પર પોલીસે દરોડો પાડ્યો હતો. જે બાદ ફરી એક વખત આ તમામ પોલીસના હાથે ઝડપાયા છે.

Latest Stories