વડોદરા : GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત...

વડોદરા શહેરના ધનોરા ગામ નજીક આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • ધનોરા ગામ નજીકની કંપનીને મળ્યો ધમકીભર્યો ઈ-મેઈલ

  • GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી

  • ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું

  • કંપનીમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ

  • ખોટા ઇ-મેઈલને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય

વડોદરા શહેરના ધનોરા ગામ નજીક આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસારવડોદરા શહેરના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલા ધનોરા ગામ પાસે GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેઈલને લઈ દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ વડોદરા શહેર પોલીસને કરતાં ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે દોડી આવી હતીજ્યાં 3 કલાક સુધી સર્ચ કર્યું હતું. પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ ન મળતાં પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફમેઈલ મોકલનાર ઈસમની તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઆ કંપનીમાં 40 કર્મચારી ફરજ બજાવે છે. જોકેકંપનીના એમડીને શ્રીનિવાસનના નામથી મેલ કરાયો હોવાનું સામે આવ્યું છેત્યારે આ અંગે કંપનીના સિક્યોરિટી હેડ દ્વારા જવાહનગર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાય છેઅને તેના આધારે તપાસ કરવામાં આવશે કેઆ મેઈલ ક્યાંથી આવ્યો છેત્યારે ખોટા ઇ-મેઈલને લઈ પોલીસે તેના આઇપી એડ્રેસ અંતર્ગત વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories