Connect Gujarat
વડોદરા 

વડોદરા : પ્રથમ અને પ્રિશાની જીંદગી હવે "આપણા" હાથમાં, 32 કરોડ રૂપિયાની છે જરૂરી

વડોદરાનો પ્રથમ અને પ્રિશા જીંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહયાં છે. બંને ભાઇ-બહેનનો જીવ બચાવવા માટે 32 કરોડ રૂપિયાની જરૂર છે.

X

વડોદરાનો પ્રથમ અને પ્રિશા જીંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહયાં છે. બંને ભાઇ-બહેનનો જીવ બચાવવા માટે 32 કરોડ રૂપિયાની જરૂર છે.

માતા અને પિતાની ગોદમાં રહેલાં બંને નવજાત શિશુના નામ છે પ્રથમ અને પ્રિશા... પ્રથમ અને પ્રિશા અંત્યંત ગંભીર ગણાતી સ્પાઇનલ મસ્કયુલર એટ્રોફી એટલે કે એસએમએ નામની બિમારીથી પીડાઇ રહયાં છે. આ રોગની સારવાર ખુબ મોઘી છે, તેના માટેના ઈજેક્શનની કિમંત છે 16 કરોડ રૂપિયા અને આ ઇન્જેકશન અમેરિકાથી મંગાવવા પડે છે. મહીસાગરના ધૈર્યરાજસિંહને એસએમએની બિમારી હતી અને લોકોએ તેના માટે દાનની સરવાણી વહાવી દીધી હતી અને તેનો જીવ બચી ગયો છે. ધૈર્યરાજ બાદ આલિદરના વિવાન અને ગડખોલના પાર્થ પવારને પણ આ બિમારી હતી પણ બંને માસુમ ધૈર્યરાજસિંહ જેટલા નસીબદાર ન હતાં. ઇન્જેકશન માટે 16 કરોડ રૂપિયા એકત્ર થાય તે પહેલાં બંનેનો સ્વર્ગવાસ થઇ ચુકયો છે. હવે વડોદરાના પ્રથમ અને પ્રિશાને આ બિમારી હોવાનું નિદાન થયું છે.

પ્રથમ અને પ્રિશા જોડીયા ભાઇ બહેન છે..વાસણા-ભાયલી રોડ પર શ્યામલ આર્કેડમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા સાહિલ હરિકૃષ્ણ કિરીના લગ્ન બાદ 5 વર્ષે 15 જુલાઈ 2021માં 3 જોડિયાં સંતાનો થયાં હતાં, જે પૈકી પ્રથમ અને પ્રિશા ગંભીર બિમારીમાં સપડાયાં છે. 32 કરોડ રૂપિયાની રકમ નાનીસુની ન હોવાથી બાળકોના જીવ બચાવવા માટે માતા-પિતા મંદીરોની બહાર ઉભા રહી દાન એકત્ર કરી રહયાં છે.

Next Story