વડોદરા: જીવિત વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ બનાવી આપવાનું ભરૂચના ડો. સુનિલ શાહને ભારે પડ્યું,પોલીસે કરી ધરપકડ

વડોદરાની એસ.સી.આઈ.ઈન્ટરનેશનલ સિક્યુરીટી લિમિટેડના ડિરેક્ટર વિક્રાંત શુકલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

New Update
વડોદરા: જીવિત વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ બનાવી આપવાનું ભરૂચના ડો. સુનિલ શાહને ભારે પડ્યું,પોલીસે કરી ધરપકડ

વડોદરામાં ભત્રીજાની પ્રોપર્ટી પચાવી પાડવા કાકા દ્વારા કાવતરું રચવામાં આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં મરણનો ખોટો દાખલો બનાવી આપનાર ભરૂચના ડોકટરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાની એસ.સી.આઈ.ઈન્ટરનેશનલ સિક્યુરીટી લિમિટેડના ડિરેક્ટર વિક્રાંત શુકલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પિતાના અવસાન બાદ માતાએ તમામ જવાબદારી સંભાળી લેતા વિક્રાંતના કાકા વિજયચંદ્ર શુકલાને આ વાત હજમ થઈ ન હતી. જેથી વિજય શુકલાએ પોતાના ભાઈની પત્ની હીરારાણી હોવાના ખોટા પુરાવા આપી કંપની વિક્રાંત અને વર્ષાબેનની જાણ બહાર પોતાના નામે કરાવી દીધી હતી.મહત્વનું છે કે, વિક્રાંત શુકલા સહિત તેમની માતા વર્ષાબેને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ભરૂચના ડો. સુનિલ શાહ વિક્રાંતના કાકા વિજય શુકલાના કહેવા પર વિલાસપતિ તેમની હોસ્પિટલમાં મૃત્યુ પામ્પા ન હોવા છતાં મરણ જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે વિજય શુકલાએ ભરૂચ નગર પાલિકામાંથી મરણ દાખલો કઢાવ્યો હતો. એટલું જ નહિ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, માત્ર વિલાસપતિ જ નહિ પરંતુ, હીરારાણીનો પણ મરણનો દાખલો ખોટી રીતે કઢાવવામાં આવ્યો હતો. જેથી આ મામલે ખોટું મરણ સર્ટિફિકેટ બનાવનાર ભરૂચના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો ડોક્ટરને જેલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો છે પરંતુ તેણે અત્યાર સુધીમાં કેટલા બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યા છે કેટલા મરણના દાખલા બોગસ બનાવ્યા છે એ પણ એક તપાસતો વિષય બની ગયો છે