/connect-gujarat/media/post_banners/36d51c28484a56ebd0742a47249e112f61afc022d230989de8f627c78fbb6257.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જૂને શહેરના આજવા રોડ પર આવેલા લેપ્રસી મેદાનમાં મહિલા અને જનશક્તિ સંમેલનને માર્ગદર્શન આપવાના છે. આ સ્થળે વિરાટ જનસભા માટે સંકલિત વ્યવસ્થાઓ ઊભી કરવા કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારી જોરશોરથી ચાલી રહી છે.
દેશના વડાપ્રધાન આગામી 18મી જૂને વડોદરા આવી રહ્યા છે. અને તેમના સ્વાગત માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લેપ્રસી મેદાનમાં વડાપ્રધાનને આવકારવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી દિવસોમાં વરસાદને ધ્યાનમાં રાખી તે અનુસાર ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે, 18 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ ડોમ, પાર્કિંગ ,રોડ રસ્તા, સુશોભન સહિતની કામગીરીમાં અધિકારીઓ પદાધિકારીઓ જોતરાયા છે અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.