વડોદરા : ઝૂમાં પાણીથી પ્રાણીઓને સુરક્ષિત રાખવા પાંજરા ઉચાં કરાયા પ્લેટફોર્મ, તંત્ર કામે લાગ્યું

વડોદરા શહેરના કમાટીબાગ ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયના ઝૂમાં નાનાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે પાંજરા અને એન્કલોઝરમાં પ્લેટફોર્મ ઊંચા કરવામાં આવ્યાં છે

New Update
વડોદરા : ઝૂમાં પાણીથી પ્રાણીઓને સુરક્ષિત રાખવા પાંજરા ઉચાં કરાયા પ્લેટફોર્મ, તંત્ર કામે લાગ્યું

વડોદરા શહેરના કમાટીબાગ ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયના ઝૂમાં નાનાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે પાંજરા અને એન્કલોઝરમાં પ્લેટફોર્મ ઊંચા કરવામાં આવ્યાં છે.

વડોદરા શહેરમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં નાનાં પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટે પાંજરા અને એન્કલોઝરમાં પ્લેટફોર્મ ઊંચા કરવામાં આવ્યાં છે. આગામી બે દિવસ અતિભારે વરસાદની આગાહી છે. ઐતિહાસિક પ્રાણી સંગ્રહાલયમાં 1100 જેટલા પ્રાણીઓ-પક્ષીઓ છે. પૂરની પરિસ્થિતિ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઑને નુકસાન ન પહોંચે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. જેમાં નાના પ્રાણીઓ જેવા કે જમીની કાચબા, સસલા અને શાહુડીના પાંજરા અને એન્ગ્લોઝરમાં પ્લેટફોર્મ ઉંચા કરવામાં આવ્યા છે. ઝુમાં ખાસ સ્ટેડબાય પર પીંજરાઓ રાખવામાં આવ્યા છે. વરસાદને કારણે પુરવઠો ન મળવાની સ્થિતિમાં તેમની પાસે પ્રાણીઓ માટે પુરતો ખોરાકનો જથ્થો સંગહ કરી રાખ્યો છે. ઝૂ કયુરેટરના જણાવ્યા અનુસાર, "તેઓ પાસે પ્રાણીઓ માટે પહેલેથી જ એક એક્શન પ્લાન છે અને જમીન કાચબાને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જો જરૂર પડે તો સસલા અને શાહુડીઓને પણ શિફ્ટ કરશે .

જૂના પ્રાણી સંગ્રહાલયની અંદર ઊંચા ઊંચા પ્લેટફોર્મ છે અને નવા પાંજરા બનાવવામાં આવ્યા છે. કટોકટીના સમયે પ્રાણીઓ સ્થળાંતર કરી શકે છે. માંસાહારી પ્રાણીઓના નાઇટ હોમ્સ, શાકાહારી પ્રાણીઓ માટે માટીના ટેકરા અને પાંજરાની અંદર પહેલાથી જ પક્ષીઓ માટે સુરક્ષિત રહેવાની વ્યવસ્થા છે. પૂરના કિસ્સામાં ઝડપથી પાણી છોડવા માટે ડ્રેનેજની સફાઈ સમયાંતરે કરાવે છે. તેઓ પાસે ઇમરજન્સી ટીમ પણ છે અને જો ભારે વરસાદ દરમિયાન કોઈ ઈમરજન્સી ઉભી થાય તો વ્યવસ્થા માટે તરત જ તૈયાર હોય છે . હાલમાં એવી કોઈ પરિસ્થિતિ ઉભી થઇ નથી.