/connect-gujarat/media/post_banners/ec0512e0b88fb5117eb169015c109cb7a69f5403a71349f8b770503fc5ba83a7.jpg)
વડોદરાના વિશ્વવિખ્યાત યુનાઇટેડ વે ના ગરબામાં સતત બીજા દિવસે પથ્થર પથ્થરના નારા લાગ્યા હતા. જેને કારણે ગરબા ગ્રાઉન્ડ પર પથ્થર વગવાનો વિવાદ સતત બીજા દિવસે વકર્યો છે.
વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે તે નવું નથી. પણ આજકાલ વડોદરાના ગરબા બીજા કારણોસર ચર્ચામાં છે. ગઈ કાલે યુનાઇટેડ વેના ગરબામાં પથ્થરોને કારણે ખેલૈયાઓને ભારે મુશ્કેલી પડી હતી. જે બાદ આજે એક વકીલે ગરબા પાસના પૈસા તથા વળતર મેળવવા માટે ગ્રાહક કોર્ટમાં અરજ કરી છે. જો કે આજે મોડી સાંજે યુનાઇટેડ વે સંચાલકો દ્વારા એક વિડીયો જારી કરવામાં આવ્યો હતો. જેમાં મેદાનની સફાઈ જોવા મળતી હતી. જે બાદ આજે યુનાઇટેડ વેમાં ક્યારેય ન સર્જાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.બીજા દિવસે પણ ખેલૈયાઓને પથ્થર નડ્યા હતા. જેના પગલે ખેલૈયાઓએ પથ્થર પથ્થરના નારા લગાવ્યા હતા. આખરે ઈન્ટરવલ બાદ રોષે ભરાયેલા ખેલૈયાઓએ મોંઘા પાસના પૈસા પરત માંગ્યા હતા. સમગ્ર મામલે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.