વડોદરા: પૂરગ્રસ્તોના ઘા પર મંત્રી દ્વારા રાહત સામગ્રીનું મલમ, તો કેટલાક વિસ્તારમાં રાહત કિટનો કરાયો અસ્વીકાર

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના ઘોડાપૂરે સર્જેલી તારાજી બાદ અસરગ્રસ્તો માટે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું,

New Update

વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના ઘોડાપૂરે સર્જેલી તારાજી બાદ અસરગ્રસ્તો માટે રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું,જોકે કેટલાક પૂરગ્રસ્તોએ આ સહાયનો અસ્વીકાર પણ કર્યો હતો.

વડોદરા શહેરને ધમરોળનાર વિશ્વામિત્રી નદીના પૂરમાં લોકોએ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે,જેના કારણે લોકો વહીવટી તંત્ર પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે  ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ સોસાયટીઓના પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રી આપવાના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. અને વાઘોડીયાની સાંઈ વિહાર સોસાયટી સહિતના વિસ્તારોમાં કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વિસ્તારના કાઉન્સિલર તથા ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે મંત્રી કુબેર ડીંડોર દ્વારા જે શાળાઓમાં પૂરના પાણી ભરાયા હતા ત્યાં પણ મુલાકાત કરીને તે માટે સર્વે પણ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું,અને ફરીથી શિક્ષણ રાબેતા મુજબ શરૂ થાય તેવા પ્રયાસો પણ હાથ ધરીને શાળા કોલેજમાં પુસ્તકો સહિતનો સામાન, પલળી  ગયો છે,તે સર્વેની કામગીરી પણ વહેલી તકે શરૂ કરવાની બાંહેધરી મંત્રીએ આપી હતી.

ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડની કેટલીક સોસાયટીઓમાં રાજ્યના શિક્ષણ મંત્રી કીટ વિતરણ કરવા આવ્યા હતા,ત્યારે લોકોએ કીટનો અસ્વીકાર પણ કર્યો હતો,અને પોતાની વેદના મંત્રી સમક્ષ ઠાલવી હતી.
Latest Stories