Connect Gujarat
વડોદરા 

વડોદરા : સરદાર બાગ સ્વીમિંગ પૂલ બંધ હાલતમાં, સામાજિક કાર્યકર દ્વારા તંત્ર સામે રોષ ઠાલવી શરૂ કરવાની માંગ

વડોદરા શહેરાનું સરદાર બાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ઘણા સમયથી બંધ રહેતા સામાજિક કાર્યકર દ્વારા તંત્ર સામે રોષ ઠાલવી શરૂ કરવાની માંગ કરી છે.

X

વડોદરા શહેરાનું સરદાર બાગ સ્વિમિંગ પૂલ છેલ્લા ઘણા સમયથી બંધ રહેતા સામાજિક કાર્યકર દ્વારા તંત્ર સામે રોષ ઠાલવી શરૂ કરવાની માંગ કરી છે.

વડોદરાના શાસકો અને અધિકારીઓના પ્રતાપે શહેરીજનોને સમસ્યાઓ સતત સામનો કરવો પડી રહ્યો છે પાણી ગટર સહિતના પ્રશ્નોની તો મુશ્કેલી ભોગવે છે પણ શહેરમાં આવેલ સ્વિમિંગ પૂલની જાળવણી મુદ્દે પાલિકા તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે. અગાઉ પણ શહેરના લાલબાગ પુલ રાજીવ ગાંધી સ્વિમિંગપુલ બંધ રહ્યા હતા. છેલ્લા બે વર્ષથી વધુ સમયથી સરદારબાગ બિલકુલ બંધ છે. આ અંગે ભાઈ સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે એસ્ટીમેન્ટ કાઢી પ્રક્રિયા શરૂ કરી છે જરૂરી કાર્યવાહી કરી વહેલી તકે શરૂ કરાશે.

ઉનાળા દરમિયાન રજાઓમાં શહેરીજનોને સ્વિંગ શીખવું છે અગાઉથી ફી ભરેલ સ્વિમિંગ શિખનારાઓ રાહ જુએ છે પણ સ્માર્ટ સિટીના અધિકારીઓ સત્તાધીશો સ્વિમિંગ પૂલ પણ શરૂ કરી શકતા નથી . જેને લઈને લોકોમાં રોષ છે. સમગ્ર મુદ્દે સામાજિક કાર્યકર દ્વારા રોષ ઠાલવી વહેલી તકે શરૂ કરવા માંગ કરી હતી . આ અંગે વિરોધ પક્ષ નેતા અમી રાવતએ પણ વધુ માહિતી આપી હતી.

Next Story