Connect Gujarat
વડોદરા 

વડોદરા : લ્યો બોલો... અહીના પથ્થરો તો જાણે બોલે છે, જોઈને તમે પણ થઈ જશો સ્તબ્ધ..!

છેલ્લા 30 વર્ષથી વડોદરા શહેરના વિનોદ શ્રીવાસ્તવ વિવિધ પ્રકારના પથ્થરોનું કલેક્શન કરી રહ્યા છે.

X

છેલ્લા 30 વર્ષથી વડોદરા શહેરના વિનોદ શ્રીવાસ્તવ વિવિધ પ્રકારના પથ્થરોનું કલેક્શન કરી રહ્યા છે. અત્યાર સુધી તેમણે હજારોની સંખ્યામાં બોલતા પથ્થરોને નર્મદા કાંઠેથી શોધ્યા છે, અને એ પથ્થરોની જાળવણી કરીને સંગ્રહ કર્યો છે.

તમે ક્યારેય બોલતા પથ્થર જોયા છે..?, જીહા, તમે બરોબર જ સાંભળ્યું છે બોલતા પથ્થર... આ પથ્થરોને જોઈને તમને પહેલી વારમાં એવું જ લાગશે કે, આ પથ્થર કંઈક બોલી રહ્યા છે, કંઈક કહી રહ્યા છે. ખાસ કરીને આવા પથ્થરોને બોન્સાઇ સાથે કે, પછી ઘરમાં સુશોભન માટે રાખવામાં આવે છે. છેલ્લા 30 વર્ષથી મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વડોદરાના રહેવાસી વિનોદ શ્રીવાસ્તવ પથ્થરોનું કલેક્શન કરી રહ્યા છે. અત્યાર સુધી એમણે હજારોની સંખ્યામાં આ પ્રકારના બોલતા પથ્થરોને નર્મદા કાંઠેથી શોધી એની જાળવણી કરીને સંગ્રહ કર્યો છે. તેઓએ ઘણા પ્રદર્શનોમાં પણ ભાગ લીધા છે. લોકોને ગમતા પથ્થરોને નજીવાદરે આપી રહ્યા છે.

વિનોદ શ્રીવાસ્તવનો આ એક ખૂબ જ અનોખો શોખ છે. જેથી તેઓ છેલ્લા ઘણા વર્ષોમાં મધ્યપ્રદેશના નર્મદાથી લઈ મંડલા સુધીના વિસ્તારોમાં ફર્યા છે. આ પથ્થરનો સંગ્રહ ભુગર્ભ શાસ્ત્ર પર આધારિત છે. આ દરેક પથ્થરમાં કંઈક ને કંઈક સંદેશો રહેલો હોય છે, અથવા તો આ પથ્થરમાં એવા ગુણો રહેલા હોય છે, જેને આધારે એને બોલતા પથ્થર નામ આપવામાં આવ્યું છે. આ પથ્થરોને ખાસ કરીને બોન્સાઇના વૃક્ષમાં ઉપયોગી થતા હોય છે. આ પથ્થરો જેવા કે, ફોસીલ્સ, કોરલ, ક્રિસ્ટલ, એગ્યું, ડાયલ, ઓઉરર, જેઓલિટ, ફોલિડેન્ટ વગેરે હોય છે. પરંતુ વિનોદ શ્રીવાસ્તવે આ પથ્થરોને ક્યારેય પણ વેચવા કે, કમાવામાં ઉદ્દેશ્યથી એકત્રિત કર્યા નથી. આ એક એમનો શોખ અને ધગશ છે.

Next Story