વડોદરા : જુઓ, દેવપોઢી એકાદશીના રોજ પરંપરાગત ફુગ્ગા અગિયારસની કેવી રીતે કરાય છે ઉજવણી..!

આજે દેવપોઢી એકાદશીના દિવસે વડોદરા શહેરમાં ભગવાન વિઠ્ઠલનાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

New Update
વડોદરા : જુઓ, દેવપોઢી એકાદશીના રોજ પરંપરાગત ફુગ્ગા અગિયારસની કેવી રીતે કરાય છે ઉજવણી..!

આજે દેવપોઢી એકાદશીના દિવસે વડોદરા શહેરમાં ભગવાન વિઠ્ઠલનાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તો બીજી તરફ આજના દિવસે પરંપરાગત રીતે ફુગ્ગા અગિયારસના તહેવારને પણ નાના બાળકો સહિત મોટેરાઓએ માણ્યો હતો.

આજની યુવાપેઢી અને બાળકો હાલના સમયમાં ઇન્ટરનેટ માધ્યમના બંધાણી બન્યા છે. તો બીજી તરફ વડોદરા શહેરના કેટલાક સ્લમ વિસ્તારોમાં આજે પણ પરંપરાગત રીતે ઉજવાતા તહેવારોની ભવ્ય ઉજવણી થતી આવી છે. દેવપોઢી એકાદશીના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સ્લમ વિસ્તાર ગણાતા હુંજરાત ટેકરા, નવી ધરતી તથા ફતેપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં નાના-મોટા બાળકો અને યુવાનોએ આજે દેવપોઢી એકાદશીની સાથોસાથ ફુગ્ગા અગિયારસની પણ ઉજવણી કરી હતી. આજના દિવસે એકબીજા પર ફુગ્ગા મારી તહેવારનો આનંદ માણ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ફુગ્ગા અગિયારસના દિવસે એકબીજા પર કે, જાહેર રોડ પર ફુગ્ગા મારવા આ સંદર્ભે પોલીસ તંત્ર તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક વિસ્તારોમાં નાના બાળકોએ જાહેરનામાને અવગણી ફુગ્ગા અગિયારસનો નિર્દોષ આનંદ માણ્યો હતો.

Latest Stories