Connect Gujarat
વડોદરા 

વડોદરા : સામાજિક સંસ્થા દ્વારા ગાયોને રોજ 5 હજાર ઘી-ગોળવાળી પોષણયુક્ત રોટલી ખવડાવવાની શરૂઆત, રોટલી બનાવવા મશીન પણ વસાવ્યું

વડોદરાની એક સામાજિક સંસ્થા પાંજરાપોળની 1000 ગાયોને રોજ પોષણ યુક્ત રોટલી ખવડાવે છે.

X

અનેક ઘરોમાં ગૌ માતા અને કૂતરાનો ભાગ કાઢવાની સંસ્કૃતિ ભૂલાઇ ગઇ છે પણ વડોદરાની સામાજિક સંસ્થા પાંજરાપોળની ગાયોને પોષણયુકત રોટલી ખવડાવા માટે ખાસ રોટલી બનાવાનું મશીન વસાવી અનોખી ગૌસેવા કરી છે

વડોદરાની એક સામાજિક સંસ્થા પાંજરાપોળની 1000 ગાયોને રોજ પોષણ યુક્ત રોટલી ખવડાવે છે. વડોદરામાં વર્ષોથી હરિ સેવા ટ્રસ્ટ સંલગ્ન રમણ મહર્ષિ રાહત, અન્ન વસ્ત્ર ક્ષેત્ર દ્વારા મૃત્યુ બાદ નિઃશુલ્ક આખરી સામાન આપવાનું કામ કરી રહ્યું છે . હવે ટ્રસ્ટ દ્વારા વડોદરા નજીક આવેલા પાંજરાપોળમાં રહેતી ગાયોને રોજ 5 હજાર ઘી - ગોળ વાળી પોષણયુક્ત રોટલી ખવડાવવાની શરૂઆત કરી છે. આ સંસ્થા દ્વારા માત્ર ગાયોને પોષણયુક્ત રોટલી ખવડાવવા માટે રોટલી બનાવવાનું મશીન વસાવ્યું છે. આ સેવા ગુજરાતમાં સહિત ભારતમાં પ્રથમ હશે. રોટલી બનાવવા માટે એક કલાકમાં 1500 રોટલી બને તેવું મશીન વસાવવામાં આવ્યું છે. તે સાથે રોટલીઓ પાંજરાપોળ સુધી પહોંચાડવા માટે એક વાન પણ વસાવવામાં આવી છે. ગૌ માતાઓને ઘી, ગોળ અને સિંધવ મીઠું વાળી પોષણયુક્ત રોટલી ખવડાવવાની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા 1 જુલાઈ -2022 અષાઢી બીજના દિવસથી શરૂ કરવામાં આવી છે.તેમ ટ્રસ્ટના પ્રમુખ મહેશ ઠક્કરે જણાવ્યું હતું.

Next Story