/connect-gujarat/media/post_banners/a0bdd41cbdbf2a945bd3b5b27d1e26af47f95ad9c1e92355bbfdc568059e3f27.jpg)
વડોદરામાં ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરે SOG પોલીસે દરોડા પાડી રૂ. 1.39 કરોડની રોકડ જપ્ત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરે SOG પોલીસે દરોડા પડ્યા હતા. પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરે દરોડા દરમિયાન પોલીસને રૂ. 1.39 કરોડની રોકડ મળી આવી હતી. જોકે, આટલી મોટી રકમ તપાસમાં ખુલ્યું કે, પુત્ર રિષિ આરોઠે દ્વારા આંગડીયા મારફતે આ રકમ મોકલવામાં આવી હતી. અગાઉ. રિષિ આરોઠે કિક્રેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયો હતો. હાલ પોલીસે આ મામલે તુષાર આરોઠેની અટકાયત કરી છે. તુષાર આરોઠેની અગાઉ 2019માં સટ્ટા કેસમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તુષાર આરોઠે સહિતના સટોડિયાઓ અલકાપુરીના એક કાફેમાં પ્રોજેક્ટર ઉપર મેચ જોતાં જોતાં મોબાઈલના વિવિધ સોફ્ટવેરની મદદથી સટ્ટો રમતા હતા, ત્યારે આ વખતે ફરી એકવાર તુષાર આરોઠેના ઘરેથી મળી આવેલી માતબર રકમને લઇને ચર્ચામાં આવ્યા છે, ત્યારે હાલ તો SOG પોલીસે આ કેસમાં અન્ય 2 વ્યક્તિઓની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.