વડોદરા : પ્રેમિકાને બાઈક આગળ ઉંધી બેસાડી આલિંગન થકી એકમેકમાં પરોવાયેલા સ્ટંટબાજ બાઈક સવારની અટકાયત..!

વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર સ્ટંટબાજની જોખમી બાઈક સવારીનો વિડીયો સોશ્યલ મીડિયા થકી સામે આવ્યો છે.

New Update
વડોદરા : પ્રેમિકાને બાઈક આગળ ઉંધી બેસાડી આલિંગન થકી એકમેકમાં પરોવાયેલા સ્ટંટબાજ બાઈક સવારની અટકાયત..!

વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ પર સ્ટંટબાજની જોખમી બાઈક સવારીનો વિડીયો સોશ્યલ મીડિયા થકી સામે આવ્યો છે. બાઈક સવાર પોતાની પ્રેમિકાને બાઈક આગળ ઉંધી બેસાડી બન્ને એક બીજાને આલિંગન કરી એકમેકમાં પરોવાયેલા જોવા મળે છે, ત્યારે આ મામલે પોલીસે સ્ટંટબાજ બાઈક સવારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના અનેક વિસ્તારમાં મોડી રાતે બાઈક સવારોનો આતંક જોવા મળે છે. મોંઘીદાટ બાઈકો લઈને મોટા મોટા અવાજે અને શહેરના રાજમાર્ગો નહીં પરંતુ કોઈ રેસનું મેદાન હોય તે રીતે પોતાના વાહનો હંકારી આવતા જતા વાહનચાલકોને પણ હેરાનગતિ થાય તેવી હરકતો કરે છે. માલેતુજારોના લાડકવાયા પોતાની મસ્તીમાં મસ્ત થઈને નીકળે છે, અને અન્યનો જીવ જોખમમાં મુકે છે. તેવામાં શહેરના ન્યુ વીઆઈપી રોડ ઉપર પણ આવો જ એક સ્ટંટબાજ બાઈક સવારનો વિડીયો સામે આવ્યો છે. બાઈક સવાર યુવાને પોતાની પ્રેમિકાને પોતાની બાઈકની પેટ્રોલ ટાંકી ઉપર ઉંધી બેસાડી છે, અને તે બંને એકબીજાને આલિંગન કરી એકમેકમાં પરોવાયેલા જોવા મળે છે, ત્યારે આ મામલે પોલીસે બાઇક નંબર તેમજ વાઇરલ વિડિયોના આધારે સ્ટંટબાજ બાઈક સવારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories