/connect-gujarat/media/post_banners/6dc547d503c817789b1413014f6fb4a6ba6d72b0e6dfd27b0962e809d86de236.webp)
દર્દી બાબુભાઇને ગયા વર્ષના ડીસેમ્બર મહિનામાં ઘૂંટણમાં ઇજા થતાં કડાણાથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ઓરથો વિભાગમાં તપાસ અને નિદાન દરમિયાન તેમના ઘૂંટણના acl/ pclએ બંને લીગામેંટને ઇજા થયાનું નિદાન થયું હતું. પરંપરાગત રીતે દર્દીના શરીરમાંથી ટિસ્યુ-સ્નાયુ મેળવીને તેની સર્જરી કરવામાં આવે છે.જેથી દર્દીના સ્નાયુ વપરાય છે અને રૂઝ આવતાં વાર લાગે છે. ડો.ધ્રુવ શાહ જેઓ ઓર્થોસ્કોપીના નિષ્ણાત છે અને સમયદાનના સંકલ્પ હેઠળ સયાજીના જરૂરિયાતમંદ દર્દીઓને સુપર સ્પેશ્યાલિટી તબીબ સેવાઓનો લાભ આપે છે. તેમણે બાબુભાઈની ઇજાની સારવાર એલો ગ્રાફટથી કરવાની તત્પરતા સાથે,તેમને તેના લાભો સમજાવ્યા હતા.
દર્દીની સંમતિ મળતાં તેમણે બેંગલુરુની રમાઈયાહ ટિસ્યુ લેબમાંથી એલોગ્રાફ઼ એટલે કે માનવ ટિસ્યુ હરિઓમ સેવા ટ્રસ્ટના માનવીય પીઠબળથી મંગાવીને દર્દીની સર્જરી કરી હતી. ડો.રંજન ઐયર અને ડો.હેમંત માથુર તેની વ્યવસ્થાના સંકલનમાં સહયોગી બન્યા હતા.આ પદ્ધતિમાં ઘૂંટણના લીગામેન્ટ નવ સ્થાપિત કરવા માટે દર્દીના સ્નાયુઓ નો ઉપયોગ ટાળીને લેબમાં જાળવેલા ઍલોગ્રાફનો સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે. જેના લીધે દર્દીના શરીરના સ્નાયુઓ અકબંધ રહે છે.આ એલોગ્રાફ ચુસ્ત રીતે પ્રોસેસ કરેલા હોવાથી કોઈ આડઅસર થતી નથી. તેના લીધે દર્દી ઝડપથી સાજો થાય છે અને નવેસરથી રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ કરી શકે છે.