અનગઢ રેલવે ટ્રેક પરથી મળી શંકાસ્પદ વસ્તુ
વિસ્ફોટક પદાર્થ દેખાતા પોલીસ તપાસ કરી
ઘટનામાં FSLની મદદ લેવામાં આવી
ચિંતાજનક વસ્તુ ન હોવાથી પોલીસને હાશકારો
કોઈ ટીખળખોરનું કાવતરું હોવાની શંક
વડોદરાના અનગઢ નજીક આવેલી ઇન્ડસ્ટ્રીયલ રેલવે લાઇન પર એક શંકાસ્પદ વસ્તુ મળી આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.જોકે કોઈ ચિંતાજનક વસ્તુ ન નીકળતા પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
વડોદરાના અનગઢ નજીક પસાર થતા રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક જેવો પદાર્થ મળી આવ્યો હોવાની માહિતીથી પોલીસ વિભાગમાં દોડધામ મચી હતી. મામલાની ગંભીરતાને જોતા નંદેસરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.સમગ્ર મામલે FSLની પણ મદદ લેવાઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શંકાસ્પદ વિસ્ફોટક લગ્ન પ્રસંગમાં વપરાતા કોલ્ડ ફાયર હતા અને તે પણ ફૂટેલા હતા. કોઈએ ટીખળ કરવા અહીં મૂક્યા હોવાની આશંકા છે.તપાસમાં કોઈ ચિંતાજનક વસ્તુ ન હોવાનું સામે આવતા પોલીસને હાશકારો થયો હતો.