Connect Gujarat
વડોદરા 

વડોદરા : નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓમાં ટેટુનો “ક્રેઝ”, ટેટુ પડાવવા ખેલૈયાઓની કતાર...

X

નવરાત્રી વેળા યુવા હૈયાઓમાં ટેટુ બનાવવાનો અલગ જ ક્રેઝ

ડ્રેસને મેચિંગ ટેટુ કરાવવા ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળ્યો

કાયમી ટેટુના બદલે રોજેરોજના નવા ટેટુ પડાવવા માટે કતારો

નવરાત્રી પર્વ શરૂ થઈ રહ્યો છે, ત્યારે વડોદરાના યુવા હૈયાઓમાં શરીર ઉપર ટેટુ બનાવવાનો અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટેટુનો ક્રેઝ એ હદ સુધી વધ્યો છે કે, યુવાઓ નવરાત્રી આવવાના કેટલાય દિવસો પહેલા શરીર ઉપર ટેટુ બનાવતા હોય છે. જેમાં કેટલાક લોકો કાયમી ટેટુ લગાવે છે, તો કેટલાક હંગામી ટેટુ લગાવી રોજે રોજ નવો લુક મળે તેના ક્રેઝમાં રહે છે.

ગુજરાતી એટલે નવરાત્રી પ્રિય જનતા... કોઈપણ પ્રસંગ હોય ગુજરાતીઓ ગરબે ઘૂમવાનું નથી મુકતા. નવરાત્રીનો ક્રેઝ આખું વર્ષ રહેતો હોય છે. ગુજરાતીઓ આખું વર્ષ નવલા નોરતાની રાહ જુએ છે. જોકે, નવરાત્રી શરૂ થવા જઈ રહી છે, ત્યારે યુવાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

સારા ડ્રેસીસ સાથે શરીર ઉપર ટેટુ ચિત્રાવવાનું પણ યુવાનો ભુલતા નથી. હાલમાં નવરાત્રી દરમિયાન યુવાઓ શરીર ઉપર ટેટુ ચિત્રાવી પોતાની ફેશનમાં વધારો કરી રહ્યા છે. કેટલાક યુવાઓમાં ટેટુ પડાવવામાં પણ સ્પર્ધા જોવા મળે છે. એક જ ગ્રુપના અલગ અલગ લોકો ટેટુ ચિત્રાવી સૌથી અલગ તરી આવવાનું પસંદ કરે છે. હાલમાં વડોદરામાં વિવિધ ટેટુ આર્ટિસ્ટને ત્યાં યુવાનોની કતારો જોવા મળે છે, અને આ યુવાઓ હાલમાં ચાલતા ટ્રેન્ડના આધારે પોતાના શરીર ઉપર ટેટુ ચિતરાવે છે.

Next Story