Connect Gujarat
વડોદરા 

વડોદરા : સોનુ સૂદ અને મિથાલી રાજની ઉપસ્થિતિમાં પારુલ યુનિવર્સિટીનો 6ઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાયો...

વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે 6ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

X

વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે 6ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. દીક્ષાંત સમારોહ દરમ્યાન બોલીવુડ એક્ટર સોનુ સૂદ અને ક્રિકેટર મિથાલી રાજે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

વડોદરાની પારુલ યુનિવર્સિટીના 6ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં 6468 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવા માટે તેમના મિત્રો અને પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમારોહને વિદ્યાર્થીઓ માટે યાદગાર બનાવવા માટે મુખ્ય અતિથિ તરીકે બોલીવુડ એક્ટર સોનુ સૂદ અને ક્રિકેટર મિથાલી રાજ સહિત 10 હજારથી વધુ આમંત્રિતો હાજર રહ્યા હતા. જેમાં મિથાલી રાજ અને સોનુ સૂદની આગેવાની હેઠળ નીકળેલા પદવીદાન સમારોહની ભવ્ય શોભાયાત્રાથી 6ઠ્ઠા દીક્ષાંત સમારોહની શરૂઆત થઇ હતી. છઠ્ઠો દીક્ષાંત સમારોહમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અભ્યાસક્રમોના વિવિધ પ્રવાહો જેવા કે, એન્જિનિયરિંગ, એપ્લાઇડસાયન્સ, કોમર્સ, કોમ્પ્યુટર એપ્લીકેશન, એપ્લાઇડ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ફાઇન આર્ટસ, લાઇબ્રેરી સાયન્સ, હેલ્થ એડમિનિસ્ટ્રેશન, જાહેર આરોગ્ય, ફાર્મસી, ફિઝિયોથેરાપી, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, આર્કિટેક્ચર, કૃષિ, સામાજિક કાર્ય, ડિઝાઇન, કાયદો, વ્યવસ્થાપન સહિતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાયક વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં શ્રેષ્ઠતાના ચિહ્ન તરીકે ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા.

Next Story