વડોદરા:કમાટીબાગની જાણીતી જોય ટ્રેન ફરીથી શરૂ કરાય,જુઓ કયા કારણથી ટ્રેન કરાય હતી બંધ

કમાટીબાગની જાણીતી જોય ટ્રેન ફરીથી શરૂ,ઇજારદારે રૂ.31 લાખ જમા કરાવતા જોય ટ્રેન શરૂ કરવાનો નિર્ણય

New Update
વડોદરા:કમાટીબાગની જાણીતી જોય ટ્રેન ફરીથી શરૂ કરાય,જુઓ કયા કારણથી ટ્રેન કરાય હતી બંધ

કમાટીબાગની જોય ટ્રેન સહિતની રાઈડ ચલાવતા ઇજારદારે થર્ડ પાર્ટી વીમો, ફાયર એનઓસી અને રેવન્યુ શેરિંગના 70 લાખથી વધુ ન ભર્યું હોવાનું સપાટી પર આવતા તંત્રે 16મીએ બંધ કરવા નોટિસ આપી હતી. જોકે ઇજારદારે 31 લાખ જમા કરાવતા અને વીમા પોલિસી કવર લેતા ટ્રેન સહિતની રાઈડ શરૂ કરાઈ છે. ફાયર વિભાગે એનઓસી આપી હોવાનું જાણવા મળ્યું છે.ખોડલ કોર્પોરેશન શનિવારે રેવન્યુ શેરિંગના 31 લાખ ભરવાની સાથે વીમા પોલિસી, ફાયર એનઓસી સહિતના દસ્તાવેજ પાલિકામાં જમા કરાવ્યા હતા.બીજી તરફ ઈજારદારે કોરોનામાં રાઇડ્સ બંધ હોવાથી રેવન્યુ સેટિંગમાં તે બાબતેની રાહત માગી છે, જે અંગે સ્થાયીમાં દરખાસ્ત બાદ નિર્ણય લેવાશે.

કમાટીબાગમાં આવતા સહેલાણીઓ ટ્રેન સહિતની રાઈડ્સમાં બેસે છે. જેમાં ઇજારદારે વીમો લેવાનો હોય છે. જેથી કોઈ દુર્ઘટના સર્જાય તો લોકોને વળતર મળી શકે. જોકે કોરોના બાદ શરૂ કરાયેલી રાઈડ્સની ઇજારદારે વીમા પોલિસી ન લીધી હોવાની ગંભીર બાબત સપાટી પર આવી હતી

Latest Stories