Connect Gujarat
વડોદરા 

વડોદરા : દક્ષિણ ભારતનાં તમિલનાડુમાં ઉજવાતા પર્વની વડોદરા ખાતે ઉજવણી

X




તમિલ સમાજ દ્વારા પરંપરાગત પર્વની ઉજવણી

પંગુની ઉત્તરમ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી

શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિરથી કાવડ યાત્રાનું આયોજન

તમિલ સમુદાય અને દક્ષિણ ભારતના ભક્તો જોડાયા

દર વર્ષે કાવડ યાત્રા યોજી કાર્તિક ભગવાનનું રક્ષણ કરાઇ છે

વડોદરા શહેરમાં વસતા તમિલ સમુદાય સહિત દક્ષિણ ભારતના રહેવાસીઓએ પરંપરાગત રીતે પંગુની ઉત્તરમ પર્વની ઉજવણી કરી હતી. આ સાથે કાવડ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર 100 વર્ષ પહેલાં વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્ટેશન નજીક તમિલ સમુદાયને આપવામાં આવેલી જગ્યા પર બનાવવામાં આવ્યું છે. વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા દર વર્ષે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે. શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 52 વર્ષથી પ્રતિવર્ષ પંગુની ઉતરમ ઉત્સવ ખૂબ જ ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 24 અને 25મી માર્ચ 2024ના રોજ 53મો પંગુની ઉતરમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 25 માર્ચ 2024ના રોજ સવારે ભક્તો દ્વારા નાથસ્વરમ અને ચંડી મેલમ (દક્ષિણ રાજ્યો અને કેરળના વાદ્યો), દૂધના વાસણો, કાવડીઓ સાથે ભગવાન મુરુગાને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી સુરસાગર તળાવથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને સ્ટેશન રોડ પાસેના શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર ખાતે દૂધ સાથે અભિષેક બાદ તેની પૂર્ણાહુતિ થઈ હતી. તમિલ સમુદાય અહી. વર્ષોથી વસવાટ કરે છે તમિલનાડુના 10 હજારથી વધુ લોકો અહીં રહે છે. એટલા માટે દર વર્ષે ભગવાન કાર્તિક સ્વામીની કાવડ યાત્રાનું આયોજન કરાય છે. ગુજરાતમાં ભગવાન કાર્તિકના બહુ ઓછા મંદિરો છે. તમિલ સમુદાય દ્વારા વડોદરા ખાતેના આ પ્રાચીન મંદિરની રક્ષા કરવામાં આવે છે. દર વર્ષે ઉજવાતા પંગુની પર્વની ઉજવણીમાં તમામ તમિલ, દક્ષિણ ભારતીય અને નજીકના ભક્તો ભાગ લે છે.

Next Story