/connect-gujarat/media/post_banners/fb2b67c6ec10597db918e19dad0d42d0ca950df0960bfe3afd96f00fcc29290c.jpg)
વડોદરા શહેર તથા જિલ્લામાં પાણી જન્યરોગ રોગચાળાએ માથું ઉંચકતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. રોગચાળા સામે લડવા સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓને સારવાર અપાતી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતી 2 વર્ષની બાળકીને કોલેરા થતા આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં વડોદરાની બન્ને સરકારી હોસ્પિટલોએ તૈયારીઓ બતાવી છે.
હાલ તો બાળકીને SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. અત્યાર સુધી વડોદરામાં કોલેરાના 5, મલેરિયાના 2912, ચિકન ગુનિયાના 54, ડેન્ગ્યુના 124, વાઇરલના 164 અને ટાઈફોઈડના 1,850 જેટલા કેસ નોંધાયા છે, ત્યારે ગોત્રી હોસ્પિટલમાં પાણીજન્ય રોગ સામે દર્દીઓને સારવાર આપવા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.