Connect Gujarat
વડોદરા 

વડોદરા : વેસ્ટર્ન રેલ્વેના ભવ્ય ભૂતકાળનો વારસો ધરાવતું હેરિટેજ રેલ્વે મ્યુઝિયમ પ્રજા માટે ખુલ્લુ મુકાયું

વર્લ્ડ હેરિટેજ-ડેની ઉજવણીના ભાગરૂપે વેસ્ટર્ન રેલ્વેના ભવ્ય ભૂતકાળનો વારસો ધરાવતા વડોદરાના હેરિટેજ રેલ્વે મ્યુઝિયમને પ્રજા માટે DRM અમિત ગુપ્તાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

X

આજે તા. 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ-ડેની ઉજવણીના ભાગરૂપે વેસ્ટર્ન રેલ્વેના ભવ્ય ભૂતકાળનો વારસો ધરાવતા વડોદરાના હેરિટેજ રેલ્વે મ્યુઝિયમને પ્રજા માટે DRM અમિત ગુપ્તાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

વેસ્ટર્ન રેલ્વેના ભવ્ય ભૂતકાળનો વારસો ધરાવતા વડોદરા શહેરના પ્રતાપનગર રેલ્વે કોલોની ખાતે આવેલ હેરિટેજ રેલ્વે મ્યુઝિયમને આજરોજ વર્લ્ડ હેરિટેજ દિવસની ઉજવણીના ભાગરૂપે ડિવિઝનલ રેલ્વે મેનેજર અમિત ગુપ્તાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે DRM ઓફિસમાં ફરજ બજાવતા સિનિયર DCM સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના નાગરિકો રેલ્વેનો ભવ્ય ભૂતકાળ જાણી શકે અને માણી શકે તે માટે હેરિટેજ મ્યુઝિયમને આજે ખુલ્લું મુકાયું હતું. આજના દિવસ માટે સવારે 8થી રાત્રિના 8 વાગ્યા સુધી હેરિટેજ મ્યુઝિયમ જાહેર જનતા માટે નિ:શુલ્ક ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

પ્રતાપનગર ખાતે આવેલા હેરિટેજ મ્યુઝિયમમાં ભૂતકાળની પ્રાચીન અને વારસા સંબંધિત અનેક વસ્તુઓને સાચવીને રાખવામાં આવી છે. જેમાં રજવાડાંઓના સમયની નેરોગેજ ટ્રેનનો ઇતિહાસ, હેન્ડ જનરેટર, સ્ટીમ વોટર પમ્પ, બ્રિટિશ સમયના પિયાનો તેમજ ગિટાર, ફિલ્મ પ્રોજેક્ટર, વુડન વોલ ક્લોક, પ્રાચીન ડંકા, અપ-ડાઉન લાઇન બ્લોક સિસ્ટમ, ટેલિગ્રાફ મશીન ઉપરાંત ગાયકવાડ વડોદરા સ્ટેટ રેલ્વેના પ્રતીક ચિહ્નો, આર્મ બેન્ડ અને કેમેરા, પુસ્તકો, પ્રાચીન ટિકિટો અને ટિકિટ વિન્ડો તથા અન્ય અનેક પ્રાચીન સમાગ્રી લોકો માટે નિહાળવા રખાય છે. જોકે, ભારતીય રેલ્વેના ગૌરવભર્યા સમૃદ્ધ વારસાને નિહાળવાનો લોકો મોટી સાંખ્યમાં લે તે માટે પશ્ચિમ રેલ્વે પ્રશાસન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

Next Story